નવી દિલ્હીઃ કોરોના કાળમાં એક તરફ ધંધા રોજગારને માઠી અસર પડી છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે ફરી એકવાર સામાન્ય જનતા પર મોંધવારીનો માર પડવાની તૈયારી થઈ રહી છે. વર્તમાન સ્થિતિમાં કેટલાંય નોકરીયા લોકો તેમજ વિદ્યાર્થીઓ અને એકલાં રહેતાં લોકો મોટેભાગે ઓનલાઈન ફૂડ મંગાવીને જમતા હોય છે. ત્યારે હવે ઓનલાઈન ફૂડ સપ્લાય કરતી કંપનીઓ પણ ભાવ વધારો ઝીંકવા જઈ રહી છે. કારણકે, સરકાર આગામી મહિનાથી તેના પર લાદી રહી છે જીએસટીનો ભાર. આવામાં આખરે સામાન્ય માણસને જ આ મોંઘવારી વેઠવાનો વારો આવશે. ભારત સરકાર દ્વારા ઝોમેટો અને સ્વિગી જેવી ભોજન આપતી ઈ-કોમર્સ ઓપરેટર્સ પર 5 ટકા GST લગાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની મોટી ફૂડ કંપનીઓ Zomato અને Swiggy લોકોને ઝટકો આપવાની છે. કંપની હવે 1 જાન્યુઆરીથી ગ્રાહકોની તરફથી ફૂડ ઓર્ડર કરવા પર GST લગાવવાનું શરૂ કરી દેશે. ભારત સરકારે  Zomato અને Swiggy જેવી ફૂડ ડિલિવરી કરનાર ઈ-કોમર્સ ઓપરેટર્સ પર 5 ટકા GST લગાવ્યો છે. હાલના સમય પર રેસ્ટોરન્ટ આ ટેક્સને ચુકવે છે. પરંતુ નવા નિયમ અનુસાર ફૂડ ડિલિવરી ECOs આ ટેક્સને ચુકવશે. આવો તેના વિશે ડિટેલમાં જાણીએ. 


ઉલ્લેખનીય છેકે, ઓનલાઈન ફૂડ ડિલિવરીના કેસમાં Finance Ministryએ નવા રૂલ્સ બનાવ્યા છે. જેને 1 જાન્યુઆરી 2022થી લાગુ કરવામાં આવશે. તે હેઠળ ફૂડ ડિલિવરી ECOsને હવે રજીસ્ટર્ડ અને અન-રજીસ્ટર્ડ રેસ્ટોરન્ટથી ભોજન ડિલિવર કરવા પર 5% GST આપવાનું રહેશે. આ ECOsને તેના પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. જણાવી દઈએ કે આ સમય પર Zomato અને Swiggy જેવા પ્લેટફોર્મ Tax Collectors at Sourceની જેમ રજીસ્ટર્ડ છે. આ GSTR-8 ફાઈલ કરીને TCS કલેક્ટ કરી શકે છે. પરંતુ 1 જાન્યુઆરીથી તે બંધ થઈ જશે.  કહેવાય છે કે ફૂડ ટેક કંપનીઓ ફૂડ ડિલિવર કરવા માટે રેસ્ટોરન્ટનું GST રજીસ્ટ્રેશન ચેક નથી કરતી. જેની કારણે સરકારને ટેક્સનું નુકસાન થઈ રહ્યું છે. ECOs પર બની સરકારી સમિતિ અનુસાર, આ નુકસાન લગભગ 2000 કરોડ રૂપિયાનું છે.