નવી દિલ્હી: જો તમે પ્લેનમાં મુસાફરી કરો છો. તો તમને આવનારા દિવસોમાં વધારે મોધવારીનો માર લાગશે અને તમારો ખર્ચો વધશે. સરકાર દ્વારા કરવામાં નિર્ણયમાં વિમાનોના ઇંધણના રૂપમાં ઉપયોગમાં કરવામાં આવી રહેલુ એવિએશન ટર્બાઇન ફ્યૂસ પરના ટેક્સમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેનાથી વિમાન કંપનીઓ પર વધારાનો ભાર પડશે. એવામાં એરલાઇન્સ કંપનિઓના ખર્ચમાં થયેલા વધારાની અસર યાત્રિઓ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇધણની વધતી કિંમતો, પ્રતિસ્પર્ધા અને વધતા ખર્ચાનો મારો યાત્રિકો પર ન પડે તે માટે એરલાઇન્સ કંપનિઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અને હવે એટીએફ પર પાંચ ટકાના ટેક્સમાં વધારો કરવાથી કંપનીઓની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. ત્યારે મહત્વનું છે, કે એરલાઇન્સ કંપનિઓના કુલ ખર્ચમાં એટીએફની મહત્વની ભૂમિકા રહેલી છે.



ઇતોનોમિક ટાઇમ્સના અનુસાર, છેલ્લા કેટલાક સમયથી વિમાન કંપનિઓ પર ઓક્ટોમ્બરમાં એર ટીકીટની કિંમતોમાં વધારો કરવાના સંકેત આપ્યા હતા. ત્યારે એ પણ મહત્વનું છે, કે ઓક્ટોમ્બર મહિનાથી રજાઓનું બુકિંગ પણ વધી જાય છે, જાણકારોનું માનવું છે, કે આ આયાત ટેક્સમાં વિમાન કંપનીઓ પર સીધી અસર જોવા મળશે. ટ્રાવેલ પોર્ટલ યાત્રા ડોટ કોમના મુખ્ય પરિચાલન અધિકારી(સીઇઓ) શરત ઢલના કહેવા મુજબ, વિમાન ઇધણના ટેક્સમાં કરવામાં આવેલા 5 ટકાના વધારાને કારણે એરલાઇન્સ કંપનીઓ પર અસર થવી નક્કી છે. 


બુધવારે સરકારે વિમાન ઇધણ એટલે કે એટીએફ અને 18 અન્ય વસ્તુઓ પર આયાત ટેક્સ વધારી દીધો છે. સરકારે આ પહલુ રૂપિયાની કિંમતમાં સતત થઇ રહેલા વધારાને કારણે કર્યો છે. ઉલ્લેખનિય છે, કે પહેલેથી જ એરલાઇન્સ કંપનીઓ તેના ખર્ચાને લઇને ચિંતિત હતી, અને વિમાન ક્ષેત્રે લગાવામાં આવતા ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે હાલની પરિસ્થિતીમાં મોટાભાગની એર લાઇન્સ કંપનીઓ મુસાફરોને આકર્ષીત કરવા માટે અનેક પ્રકારની ઓફરો આપી રહી છે.