નવી દિલ્હીઃ કંગના રનોતની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' બોક્સ ઓફિસ પર બીજા સ્પતાહે પણ રેસમાં છે. ફિલ્મએ 10 દિવસમાં 76 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે, પ્રથમ સત્પાહમાં ફિલ્મએ 61.15 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા સપ્તાહમાં રવિવાર સુધી 15.50 કરોડની આવક કરી છે. ભારતીય બજારમાં ફિલ્મની કુલ કમાણી 76.65 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી રિપબ્લિક ડે વીક પર 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મએ 5 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ બાદમાં ફિલ્મની આવકમાં ઘટાડો નોંધાયો હતો. કંગનાની ફિલ્મને વિક્કી કૌશલની ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટક્કર મળી હતી. બીજા સપ્તાહના શરૂઆત સામાન્ય થઈ છે. હવે જોવાનું છે કે, ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થશે કે નહીં. 


પહેલા આશા હતી કે ફિલ્મ બીજા સપ્તાહે 100 કરોડનો આંકડો પાર કરી લેશે. પરંતુ ફિલ્મની આવક જોઈને લાવી રહ્યું છે કે, બીજા સપ્તાહમાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં થાય તે મુશ્કેલ લાગી રહ્યું છે. જ્યાં પ્રથમ સપ્તાહે મણિકર્ણિકા સામે ઉરી હતી તો બીજા સપ્તાહમાં સોનમ કપૂર આહુજા અને રાજકુમાર રાવ સ્ટારર એક લડકી કો દેખા તો એસા લગા છે. ભારતીય બજારમાં 100 કરોડ કમાવવા માટે મણિકર્ણિકાએ ત્રીજા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. આમ તો મણિકર્ણિકાએ વિદેશમાં સારી કમાણી કરી છે. 



ઉમા ભારતીએ નિહાળી ફિલ્મ
કંગના રનોતની ફિલ્મને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ જોઈ, તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઝાંસીના બબીના વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રાજીવ સિંહ પરીછાએ ઝાંસી સંસદીય ક્ષેત્રના તમામ ધારાસભ્યો તથા મુખ્ય કાર્યકર્તાઓને સિનેમાહોલ બુક કરાવીને ફિલ્મ મણિકર્ણિકા (રાણી લક્ષ્મીબાઈ) દેખાડી. અમે બધા લોકો ઉર્જાથી ભરપૂર થઈને પરત ફર્યા છીએ. રાજીવ સિંહજીનો આભાર. રાની લક્ષ્મીબાઈની જય. 



કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતના ટ્વીટ બાદ ફેન્સ ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યાં છે.