નવી દિલ્હીઃ કિકી બાદ બોલીવુડમાં વધુ એક ચેલેન્જ આવી ગઈ છે #10YearChallenge​​​​​​.. સોનમે ઇંસ્ટાગ્રામ પર ફોટો વાયરલ કર્યો છે, જેમાં તે બે લુક્સમાં દેખાઈ રહી છે. પહેલો દિલ્હી 6 ફિલ્મનો અને બીજો એક લડકી કો દેખા તો એસા લગા ફિલ્મનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 વર્ષનો ફેરફારઃ ચેલેન્જ અનુસાર 10 વર્ષ જૂનો ફોટો અને હાલના વર્ષનો ફોટો શેર કરવાનો હતો, જેમાં સોનમે પોતાનો 23 વર્ષની ઉંમરનો અને 33 વર્ષની ઉંમરના ફોટોનો કોલાજ બનાવ્યો છે. ફોટોના કેપ્શનમાં સોનમે લખ્યું છે કે, શું તમને લાગે છે કે મને પપા (અનિલ કપૂર)ના જીન્સ મળ્યા છે. 



પરંતુ સોનમના આ ફોટા પર પતિ આનંદ આહુજાએ લખ્યું છે- શો ઓફ.. 


શું છે  #10YearChallenge
હોલીવુડ સ્ટાર્સ વચ્ચે આ ચેલેન્જ ખૂબ ફેમસ થઈ રહી છે. નિકી મિનાજ, જેનિફર લોપેજ, મેડોના, કેટ હડસન જેવા સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે, જેમાં 10 વર્ષ જૂના અને હાલના ફોટો સામેલ છે. આ ચેલેન્જ ઝડપથી વિશ્વભરમાં પ્રખ્યાત થઈ રહી છે.