નવી દિલ્હી: લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)' ગઇકાલે (11 ઓક્ટોબર)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 'માર્ગરિટા વિધ અ સ્ટ્રો' ફેમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કર્યું.  આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ઝાયરા વસીમ (Zaira Wasim), ફરહાન અખ્તર (Farhan Akhtar) રોહિત સરાફ (Rohit Saraf) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની કહાણી એકદમ ઇમોશન છે. પરંતુ બોક્સ ઓફિસના પ્રથમ દિવસનું કલેક્શન જોઇને એવું લાગે છે કે આ લોકોને દિલને સ્પર્શવામાં નિષ્ફળ સાબિત રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સ ઓફિસ ઇન્ડીયના અનુસાર 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)'ની બોક્સ ઓફિસ પર કંઇ ખાસ અસર જોવા મળી રહી નથી. આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર લગભગ 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ થઇ છે. આ નુસાર ફિલ્મની શરૂઆત ખૂબ ખરાબ ગણવામાં આવી છે. તો બીજી તરફ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વોર' બોક્સ ઓફિસ પર સતત સારી કમારી કરતી જોવા મળી રહી છે, તો આપણે એમ કહીએ કે કોઇને કોઇ હદે 'ધ સ્કાઇ ઇઝ પિંક'ને 'વોર'ના લીધે ઘણું નુકસાન થયું છે. 


તમને જણાવી દઇએ કે (The Sky Is Pink)' મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીની જિંદગી પર આધારિત ફિલ્મ છે, આયશા પલ્મનરી ફાઇબરોસિસ (Pulmonary Fibrosis) પિડીત હતી. પ્રિયંકા અને ફરહાને ફિલ્મમાં આયશાના પેરેંન્ટ્સની ભૂમિકા ભજવી હતી. પ્રિયંકા અદિતિ ચૌધરી અને ફરહાન અખ્તર (Farhan Akhtar) નિરેન ચૌધરીના પાત્રમાં જોવા મળી રહી છે. જ્યારે ઝાયરાએ આયશાનું પાત્ર ભજવ્યું છે.