નવી દિલ્હીઃ માર્વલ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં પ્રથમ દિવસની કમાણીમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. એવેન્જર્સઃ એન્ડગેમે ઈતિહાસ રચી દીધો છે. એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં પ્રથમ દિવસે 53.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 63.21 કરોડ છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ શાનદાર આંકડો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ભારતીય બોક્સ ઓફિસ પર ઓપનિંડ ડે પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના નામે હતો. ઠગ્સ ઓફ હિન્દુસ્તાને ભારતમાં પોતાના રિલીઝના પ્રથમ દિવસે 52.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 


ભારતના લોકો પર એવેન્જર્સઃ એન્ડગેમની ફીવચ ચઢેલો છે. મહત્વનું છે કે, એવેન્જર્સ એન્ડગેમે મંગળવારે એડવાન્સ ટિકિટ સેલના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ફિલ્મને લઈને ખુબ ડિમાન્ડ છે. ખાસ કરીને દિલ્હી સહિત અન્ય શહેરોમાં શાનદાર માહોલ બનેલો છે. દર્શકોના ઉત્સાહને જોતા મેકર્સે એવેન્જર્સ એન્ડગેમને વધુમાં વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરી છે. દેશના ઘણા શો થિયેટરમાં 24x7 શો રજૂ કરવામાં આવી રહ્યાં છે. 



એવેન્જર્સઃ એન્ડગેમને એવેન્જર્સ સિરીઝની છેલ્લી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મ કેપ્ટન માર્વલ બાદ રિલીઝ થઈ રહી છે. કેપ્ટન માર્વલ ગત વર્ષે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રોબર્ટ ડાઉની જૂનિયર, ક્રિસ ઇવાંસ, માર્ક રફ્ફાલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કારલેટ જોહાનસન અને પ્રી લાર્સન વગેરે સામેલ છે. 



મહત્વનું છે કે ઈન્ડિયામાં એવેન્જર્સઃ એન્ડગેમની સાથે બોક્સ ઓફિસ પર કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. ભારતમાં એવેન્જર્સ એન્ડગેમને બોક્સ ઓફિસ પર મોકળું મેદાન મળ્યું છે. ફિલ્મના રિવ્યૂ શાનદાર આવી રહ્યાં છે. ક્રિટિક્સે મૂવીને 5 સ્ટાર આપ્યા છે. ફેન્સને પણ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. લોકોએ એપિક, માસ્ટરપીસ, ઇમોશનથી ભરપૂર ગણાવી છે.