નવી દિલ્હી: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'બાલા' (Bala)'એ પોતાના પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર કુલ 10.15 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. આયુષ્માનના કેરિયરની આ પહેલી ફિલ્મ છે, જે તેમના માટે અત્યાર સુધી સૌથી સારી ઓપનર સાબિત થઇ છે. 'બાલા'ની પહેલાં દિવસની કમાણી તેમની છેલ્લી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ને માત આપવામાં સફળ રહી. ફિલ્મ 'ડ્રીમ ગર્લ'એ પહેલા દિવસે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી હએતે. હવે 'બાલા'નું બીજા દિવસનું બોકસ ઓફિસ કલેક્શન આવી ચૂક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સ ઓફિસ અપ્ર બીજા દિવસે બાલા એ બંપર કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઇન્ડીયાના રિપોર્ટ અનુસાર આ ફિલ્મે બીજા દિવસ લગભગ 15.50 કરોડ રૂપિયાણી કમાણી કરવામાં સફળ રહી. આ મુજબ બાલા એ દિબસમાં 25 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં અયુષ્માને કહ્યું 'બાલા'ની સાથે અમે સૌથી વધુ સંભવિત મનોરંજક રીતે ખૂબ જ એકદમ  સશક્ત અને મજબૂત સંદેશ આપી રહ્યા છે અને મને આ વાતની ખુશી છે કે પહેલાં જ દિવસે લોકો તેની સાથે જોડાયા. 


8 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં સમય પહેલાં ટાલનો શિકાર થતાં એક યુવકનું પાત્ર ભજવી રહેલા આયુષ્માને કહ્યું કે મને આશા છે કે આ ફિલ્મ ભારતનું મનોરંજન કરાવશે, કારણ કે ફક્ત આ રીતે તે બધુ કહી શકશે કે 'બાલા' કહેવાની પ્રયત્ન કરી રહ્યું છે. આ સારી શરૂઆતનો શ્રેય આયુષ્માન ફિલ્મની ટીમને આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube