નવી દિલ્હીઃ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ  'હાઉસફુલ 4 (Housefull 4)' એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મુખ્ય ભૂમિકામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ફિલ્મનું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર  'હાઉસફુલ 4 (Housefull 4)' પ્રથમ દિવસે જ્યાં 18.50 કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે ફિલ્મએ લગભગ 18 કરોડ કમાયા છે. આ પ્રમાણે ફિલ્મએ બે દિવસમાં કુલ 36.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 


તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધી તમે તમારૂ હસવું રોકી શકશો નહીં. ફિલ્મમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ સિવાય તમામ સપોર્ટિંગ સ્ટારનો અભિનય પણ પ્રશંસાને પાત્ર છે. 

હાઈ લા... પ્રિયંકાના વરની સાથે જાહેરમાં 'છેડતી' થઈ? યુવતીની હરકતનો જુઓ VIDEO