લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી આ 44 વર્ષની અભિનેત્રી, પછી તો પરિવારે આપ્યો 72 કલાકનો સમય
આજે અમે તમને જે અભિનેત્રી વિશે જણાવીશું તેણે હાલમાં જ પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો છે. આ અભિનેત્રીનો જન્મ એક આર્મી પરિવારમાં થયો હતો જેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા. તેની હાઈટ સારી છે અને તે દેખાવે પણ ખુબ સુંદર છે. પરંતુ આમ છતાં બોલીવુડમાં જોઈએ એવો પરચમ લહેરાવી શકી નહીં.
બોલીવુડમાં દરેક અભિનેત્રીની એક પર્સનલ કહાની છે અને તે ખુબ દિલચસ્પ પણ હોય છે. આજે અમે તમને જે અભિનેત્રી વિશે જણાવીશું તેણે હાલમાં જ પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો છે. આ અભિનેત્રીનો જન્મ એક આર્મી પરિવારમાં થયો હતો જેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા. તેની હાઈટ સારી છે અને તે દેખાવે પણ ખુબ સુંદર છે. પરંતુ આમ છતાં બોલીવુડમાં જોઈએ એવો પરચમ લહેરાવી શકી નહીં.
કોણ છે આ હસીના
ફિલ્મોમાં જ નહીં પરંતુ અસલ જીવનમાં પણ લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ જવું એક છોકરી અને તેના પરિવાર માટે અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઘરવાળા હંનેશા એક જ વાત છોકરી સામે રજૂ કરે છે કે લોકો શું કહેશે કે સમાજ શું કહેશે? આ રીતની વાતો આ 44 વર્ષની અભિનેત્રીએ પણ સાંભળવી પડી હતી, જ્યારે તે લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી અને જેવા તેના ઘરવાળાને આ વાત ખબર પડી કે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે અભિનેત્રીને 72 કલાકનો સમય પણ આપ્યો હતો અને સ્પષ્ટ કહી દીધુ હતું કે આ 72 કલાકમાં તેણે લગ્ન કરી લેવા પડશે.
બોલીવુડની જાણીતી અભિનેત્રી
આજે અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે કોઈ બીજુ નહીં પરંતુ નેહા ધૂપિયા છે. જેનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચ્ચિ કેરળમાં એક આર્મી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ પ્રદીપસિંહ ધૂપિયા ભારતીય નેવીના અધિકારી હતા અને માતા મનીપિંદર ધૂપિયા એક હાઉસ વાઈફ છે. નેહાએ શાળાનું શિક્ષણ દિલ્હીના નેવલ પબ્લિક સ્કૂલમાંથી લીધુ અને પછી દિલ્હી યુનિવર્સિટીના જીસસ એન્ડ મેરી કોલેજથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું. નેહાનો જનમ એક આર્મી પરિવારમાં થયો હતો આથી અનુશાસન તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.
મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો
અભ્યાસ દરમિયાન જ નેહાએ મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લેવાનું નક્કી કરી લીધુ. આ માટે ખુબ મહેનત પણ કરી. વર્ષ 2002ની ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેણે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો અને મિસ સુનિવર્સ 2002માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા ટોપ 10માં જગ્યા પણ બનાવી હતી. નેહાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2003માં આવેલી ફિલ્મ કયામત: સિટી અંડર થ્રેટ થી કરી હતી. જો કે તેને અસલ ઓળખ 2004માં આવેલી ફિલ્મ જૂલીથી મળી હતી. જો કે નેહા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહી.
લગ્ન પહેલા ગર્ભવતી થઈ હતી નેહા
નેહા ધૂપિયાએ વર્ષ 2018માં તેના બેસ્ટ ફ્રેન્ડ અંગદ બેદી સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા. જેની પાછળનું કારણ છે તેનું લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ જવું. લગ્નના થોડા સમય બાદ જ બંનેએ પુત્રી મેહર બેદીનું સ્વાગત કર્યું. દીકરીના જન્મ પહેલા જ એ વાતનો ખુલાસો થઈ ગયો હતો કે નેહાએ ગર્ભાવસ્થાના કારણે અંગદ બેદી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે આજે બંને સાથે ખુશહાલ લગ્નજીવન જીવે છે પરંતુ અચાનક બંનેએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ બંનેના ઘરે 2021માં પુત્ર ગુરીક સિંહ ધૂપિયા બેદીનો જન્મ થયો.
72 કલાકનું અલ્ટીમેટમ
નેહાએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેના ઘરવાળાઓને લગ્ન પહેલા પ્રેગ્નેન્સીની ખબર પડી તો તેમણે કેવું રિએક્ટ કર્યું હતું. નેહાએ ટાઈમ્સ નાઉને જણાવ્યું હતું કે અમારા લગ્ન અચાનક થઈ ગયા. હું લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જ્યારે મને આ વાતની ખબર પડી તો મે મારા માતા પિતાને જણાવ્યું. તેમણે મને કહ્યું કે સારી વાત છે પરંતુ તારી પાસે લગ્ન માટે ફક્ત 72 કલાક છે. નેહાએ જણાવ્યું કે તેમણે મને લગ્ન માટે અઢી દિવસનો સમય આપ્યો હતો અને મે તેમની વાત માનતા મુંબઈ પહોંચીને અંગદ સાથે લગ્ન કરી લીધા.
સોશિયલ મીડિયા પર એક્ટિવ
નેહા ધૂપિયા અને અંગદ બેદી બંને હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને કોઈને કોઈ પ્રોજેક્ટમાં જોવા મળે છે. આ સિવાય તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાના પરિવાર સાથે પોતાના ખાસ પળોને પોતાના ફેન્સ સાથે શેર કરવાનું પસંદ કરે છે. બંનેની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. નેહા પુત્રી મેહર અને પુત્ર ગુરીક સાથે ઢગલો ફોટા અને વીડિયો શેર કરે છે. જેને ખુબ પસંદ પણ કરાય છે.