`હાઉસફુલ 4`ને મળ્યો રજાનો ફાયદો, ચોથા દિવસે કરી 34 કરોડની કમાણી
25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે ફિલ્મની ચોથા દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. આ ફિલ્મએ ચોથા દિવસે પાછલા ત્રણ દિવસ કરતા બમણી કમાણી કરી છે.
ફિલ્મના કલેક્શનને જણાવતા લોકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર 'હાઉસફુલ 4'એ પ્રથમ દિવસે કુલ 18.50 કરોડ, બીજા દિવસે 18 કરોડસ ત્રીજા દિવસે 14.25 કરોડ રૂપિયા કમાયા હતા. તો ચોથા દિવસે ફિલ્મએ લગભગ 34.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રમાણે ફિલ્મ ચાર દિવસમાં કુલ 85 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.
ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષયકુમારની સાથે કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહનિર્મિત છે.
VIDEO: દિવાળી પાર્ટીમાં ગુરૂ રંધાવા સાથે આ બોલ્ડ અભિનેત્રીએ લગાવ્યાં જબરદસ્ત ઠુમકા