Best Horror Movies: ઓટીટી પર લોકોને રોજ નવું નવું કંઈક જોવું હોય છે. ખાસ કરીને હોરર ફિલ્મોની વાત આવે તો મોટાભાગે લોકો ઓટીટી પર હોલીવુડ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. પરંતુ આજે તમને બોલિવૂડની પાંચ સૌથી ભયંકર ફિલ્મો વિશે જણાવીએ. ઓટીટી પર ઉપલબ્ધ આ ફિલ્મો અને વેબ સીરીઝ તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે. આ ફિલ્મો અને વેબ સીરીઝ જોવા માટે તમને ખરેખર હિંમત ની જરૂર પડશે. આ ફિલ્મો જોયા પછી તમને ઘરમાં એકલા રહેવામાં પણ ડર લાગી શકે છે. તો ચાલો તમને જણાવીએ પાંચ બેસ્ટ એવી હોરર ફિલ્મો અને વેબ સીરીઝ વિશે જે ઓટીટી પર ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ, જાનકી બોડીવાલા અને આર માધવનને જોઈ તમને પણ બીક લાગશે


ચાયપત્તિ


ચાયપત્તિ સુધાંશુ રાયના નિર્દેશનમાં બનેલી એક શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં ત્રણ મિત્રો એક પુસ્તક વાંચીને ભૂત બોલાવે છે અને પછી જે થાય છે તે જોઈને તમારી રાતોની ઊંઘ ઊડી જશે. આ ફિલ્મ તમે mx player પર જોઈ શકો છો.


આ પણ વાંચો: વિક્રાંત મૈસીએ કર્યો મોટો ખુલાસો, આ કારણથી ટીવી ઈંડસ્ટ્રીને કહ્યું અલવિદા


ટાઈપ રાઇટર


જો તમને હોરર વેબ સિરીઝ જોવાનો શોખ છે તો નેટફ્લિક્સની આ વેબ સિરીઝ તમારા માટે જ છે. આ વેબસરીઝ જોઈને તમે પણ નવી જગ્યાએ રહેવા જવામાં વિચાર કરશો. આ વેબ સિરીઝ એક પરિવાર પર આધારિત છે જે રજાઓમાં ગોવામાં આવેલી એક હવેલીમાં રહેવા જાય છે. આ હવેલીમાં શું થાય છે તેની તમે કલ્પના પણ ન કરી શકો.


આ પણ વાંચો: ફેન્સને મળવા ઘરની બહાર આવેલા અમિતાભ બચ્ચન થઈ ગયા ઈમોશનલ, શેર કર્યો ખાસ Video


પરછાઇ


ઝી ફાઈવ પર આ વેબ સિરીઝ ઉપલબ્ધ છે. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. આ વેબી સીરીઝમાં તમને અલગ અલગ 12 સ્ટોરી જોવા મળશે.


ભ્રમ


બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કલ્કી કોચલીનની આ વેબ સિરીઝ બ્રહ્મ હોલીવુડની હોરર ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે. આ વેબ સિરીઝ પણ ઝી5 પર ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: 67 વર્ષની ઉંમરે પણ આ ગુજરાતી જમાઈ છે 'રસિક', પ્રિયંકા ચોપડા સાથે થયો હતો મોટો વિવાદ


ફુંક


ફુંક પણ સૌથી ખતરનાક ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ યુટ્યુબ પર એકદમ ફ્રી માં જોઈ શકાય છે.