મુંબઇ: ગાયક હાર્ડી સંધૂ, જે પૂર્વ અંડર-19 ક્રિકેટર રહી ચૂક્યા છે, તે હવે કબીર ખાનની 83માં ઓલરાઉન્ડર મદનલાલનું મોટા પડદા પર ભજવવા માટે તૈયાર છે, જેમણે 1983 વર્લ્ડ કપ ફાઇનલમાં બધી મહત્વપૂર્ણ વિકેટ પર કબજો જમાવ્યો હતો. આ ફિલ્મની સાથે ગાયક-સંગીતકાર હાર્ડી સંધૂ બોલીવુડમાં પોતે ડેબ્યૂ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1983ના વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન સર વિવિયન રિચર્ડ્સની મહત્વપૂર્ણ વિકેટ લેનાર પૂર્વ ક્રિકેટર મદનલાલ, વિશ્વ કપ ફાઇનલમાં મોહિંદર અમરનાથની સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતા, બંનેએ ત્રણ-ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. 


નિર્માતા કબીર ખાનની ફિલ્મમાં પૂર્વ ક્રિકેટરની ભૂમિકા ભજવવાને લઇને હાર્ડિ સંધૂએ જણાવ્યું હતું કે ''એમ્મી વિર્ક, જે ફિલ્મમાં બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવી રહ્યા છે, સાથે જ ટીમમાંથી એક અન્ય કોચે આ પાત્ર માટે મારા નામની ભલામણ કરી હતી. હું અંડર-19 અને રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છું. કબીર સરે અંતિમ લેતાં પહેલાં મને ભૂમિકા માટે તૈયાર થવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. 



પોતાના પાત્રને બારીકાઇપૂર્વક સમજવા માટે હાર્ડી સંધૂ મોટા પડદે મદનલાલના વીડિયો જોઇને તેમની રીત-ભાત શિખવાનો પ્રયત્ન કરતા હતા. રસપ્રદ વાત એ છે કે બેંગલુરૂના રાષ્ટ્રિય શિબિરમાં પસાર કરવામાં આવેલા સમય દરમિયાન હાર્ડી સંધૂએ સર મદન લાલે પોતે ટ્રેન કર્યા હતા. 


મદન લાલ અને તેમના જૂના ક્રિકેટના દિવસો વિશે જણાવતાં હાર્ડિ સંધૂએ જણાવ્યું હતું કે ''તે ત્યારે મારા કોચ હતા. મેં તેમની સાથે (મારા કાસ્ટિંગ બાદ) વાત કરી છે. એકાદ બે દિવસમાં તેમની સાથે મુલાકાત કરીશ.'' આ યાદગાર જીતને મોટા પડદા પર જોવા માટે દર્શકો ખૂબ ઉત્સાહિત છે.  


1983ના વર્લ્ડ કપની ઐતિહાસિક જીત અંગે જાણવા માટે કબીર ખાનની આગામી નિર્દેશનમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 83 રણવીર સિંહની હિંદી, તમિળ અને તેલૂગૂમાં બનનાર પ્રથમ ત્રિભાષી ફિલ્મ હશે. આ પહેલાં નિર્માતાઓએ 83માં વર્લ્ડકપ ઉઠાવનાર પૂર્વ ટીમની સાથે ફિલ્મની જાહેરાત માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.


કબીર ખાન નિર્દેશિત, સ્પોર્ટ્સ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મહત્વપૂર્ણ જીતમાંથી એક દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ફિલ્મને વાસ્તવિક સ્થળો પર શૂટ કરવામાં આવશે અને આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં, જેમણે ભારતીય ટીમને વર્લ્ડ કપની પ્રથમ જીત અપાવી હતી, 1983ના વર્લ્ડ કપે ક્રિકેટ પ્રેમીઓના મગજ પર ઉંડી છાપ છોડી હતી. 


રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે, ત્યારે મેન ઇન બ્લ્યૂ ટીમના સ્વરૂપમાં ફિલ્મમાં એક શક્તિશાળી કલાકારોની ટુકડી જોવા મળ્શે, જેમાં બલવિંદર સંધૂના રૂપમાં અમ્મી વિર્ક, સૈયદ કિરમાણીના રૂપમાં સાહિત ખટ્ટર, કૃષ્ણમાચાર્ય શ્રીકાંતના રૂપમાં જિવા અને મેનેજમેન્ટ પીઆર માન સિંહના રૂપમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે અને તાહિર ભસીન, સાકિબ સલીમ અને હવે હાર્ડી સંધૂએ પણ આ ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.