90 વર્ષના થયા લતા મંગેશકરઃ આવી રહી શાળા છોડવાથી લઈને સિંગર બનવા સુધીની સફર
લોકપ્રિય ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) આજે પોતાનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો.
નવી દિલ્હીઃ લોકપ્રિય ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) આજે પોતાનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો. લતા મંગેશકર એક એવુ નામ છે જે સંગીત અને સાદગીનો પર્યાય છે. સારા અવાજની સાથે પોતાની આસપાસ બધાને મોટા બહેનનો પ્રેમ આપનારા લતા મંગેશકર ક્યારે લતા દીદી બની ગયા તે વાત લગભગ કોઈને યાદ હશે. આજે આ મહાન વ્યક્તિત્વને લોક જીવતા પણ દેવી દેવતાઓની જેમ પૂજે છે, પરંતુ શું તમે જાણો છો કે લતા મંગેશકરે થોડા દિવસ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 5 વર્ષની ઉંમરમાં એક દિવસ અચાનલ સ્કૂલ જવાનું ત્યાગી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લતાજીએ પોતાના ઘરેથી અભ્યાસ કર્યો હતો.
ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે લતાજી
સ્વર કોકિલા લતા મંગેશકરને દીદીની ઉપાધી એમ જ નથી મળી, ઘરમાં 4 ભાઈ બહેનોમાં સૌથી મોટી લતા દીદીને બાળપણમાં સૌથી વધુ પ્રેમ પોતાના નાના ભાઈ-બહેનોનો રહ્યો. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે તેમની આ બહેન વાળી મમતા તેમના માટે એવી મુશ્કેલી બની કે ફરી લતાએ ક્યારેય સ્કૂલ તરફ જોયું નથી.
સ્કૂલ છોડવાનું કારણ
આ વાત તો લતા મંગેશકરે ક્યારેય જણાવી નથી પરંતુ તેમની નાની બહેન આશા ભોંસલેએ લતાના સ્કૂલ છોડવાનો કિસ્સો સંભળાવ્યો હતો. Zee TVના જાણીતા શો 'સારેગામાપા લિટિલ ચેંપ5'મા પોતાના બાળપણનો આ કિસ્સો સંભળાવ્યો હતો. આશા તાઈએ જણાવ્યું હતું, 'જ્યારે કોલ્હાપુરની આગળ સાંગલીમાં 5 વર્ષની ઉંમરમાં દીદી સ્કૂલ જતી હતી, તો હું તેનો હાથ પકડીને તેની સાથે સ્કૂલે જતી હતી. હું તેને છોડતી નહતી. સ્કૂલમાં પણ હું દીદીની પાસે બેસી જતી હતી.'
લતા મંગેશકરનો 90મો જન્મદિવસ, સચિન તેંડુલકરે વીડિયો મેસેજથી આપી શુભેચ્છા
આવો હતો લતા દીદીનો પ્રેમ
તેમણે આગળ જણાવ્યું કે, 8 દિવસ બાદ ટિચરે કહ્યું, 'એક છોકરીની ફીમાં બે છોકરી બેસસો શું, જાઓ તેને ઘરે છોડીને આવો. આશાએ જણાવ્યું કે, બસ આ વાત પર બંન્ને બહેનો રડતી રડતી ઘરે પરત ફરી અને ત્યાર બાદ ક્યારેય શાળાએ નથી ગઈ. આ કિસ્સો સંભળાવતા આશા ભોંસલે પોતાની બાળપણની યાદોમાં ખોવાય ગયા હતા અને મોટી બહેનના પ્રેમ પર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, 'અમે એક હાથની આંગળીઓ જેવા છીએ, ક્યારેક અલગ થઈ જાય તો મુશ્કેલ સમયમાં એક બીજાની સાથે જોડાઇ જઈએ છીએ.'