26 ડીસેમ્બર એટલે ગુજરાતના મહાન હાસ્ય લેખક તારક મહેતાનો જન્મ દિવસ. તારક મહેતા એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા. જેઓ તેમની ઉંધા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. જેથી ગુજરાતી રંગભૂમિના જાણીતા નામોમાંથી એક નામ હતું તારક મહેતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાને ઊંધા ચશ્મા
ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખકોની શ્રેણીમાં તારક મહેતાની લેખનશૈલી ખૂબ મૌલિક હતી. વર્ષ 1970માં જ્યારે તેમણે ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્મા લેખ લખવાની શરૂઆત કરી હતી. ત્યારે તારક મહેતાની આ કોલમને લોકોએ ખુબ પસંદ કરી હતી. હાસ્યલેખો અને તારક મહેતા જાણે બે અભિન્ન અંગ હતા. તેમની ખાસિયત એ હતી કે તેઓ હંમેશા લેખની શરૂઆત સમાચારની તત્કાલિન ઘટનાઓને લઇને કરતાં, દેશનો ગમે એટલો વિકટ પ્રશ્ન કેમ ન હોય, તારક મહેતા હંમેશા તેને રમૂજી શૈલીમાં ઢાળી શકતા. રાજકારણને રમૂજી રીતે રજૂ કરવાની નિરાળી શૈલીને લીધે જ તેમની તુલના કાર્ટનિસ્ટ આર.કે.લક્ષ્મણ સાથે કરવામાં આવતી.

આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
વર્ષ 2008માં જ્યારે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા સિરિયલનું પ્રસારણ ટીવી પર શરૂ થયું ત્યારે તારક મહેતાના પાત્રો જેઠાલાલ, દયા, ટપુ જાણે ઘરઘરમાં જીવંત બન્યા. તારક મહેતાના લેખ દુનિયાને ઊંધા ચશ્મા પરથી પ્રેરિત આ સિરિયલથી તેમને અઢળક પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ. જ્યારે સૌ પ્રથમ તેમની સામે 'દુનિયાને ઊંધા ચશ્મા' કોલમ પરથી સિરિયલ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો, ત્યારે ખૂબ વિનમ્રતા સાથે તેમણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. સિરિયલ માટે અનુમતિ આપ્યા બાદ પણ તેઓ એના એપિસોડ લખવા માટે નહોતા માન્યા. સિરિયલ પ્રખ્યાત થયા બાદ પણ તેમણે પોતાના લખાણના મૂળ રૂપને વળગી રહેવાનું જ પસંદ કર્યું હતું. 

આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
આ પણ વાંચો: Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'


ક્યાં થયો હતો તેમનો જન્મ?
તારક મહેતાનો જન્મ 26 ડિસેમ્બર 1929ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમની પ્રથમ પત્નીનું નામ ઈલા હતું. તારક મહેતાને તેમની પ્રથમ પત્નીથી એક પુત્રી છે જેનું નામ ઈશાની છે. તેમની પુત્રી ઈશાની અમેરિકામાં રહે છે. જેના બે બાળકો કુશન અને શૈલી છે.


તારક મહેતાનું શિક્ષણ
તારક મહેતાએ 1945માં મેટ્રિક પાસ કર્યું અને 1958માં ભવન્સ કોલેજ મુંબઈમાંથી એમએની ડિગ્રી મેળવી હતી. તેમણે અનેક પ્રકારની હાસ્ય વાર્તાઓ વગેરેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર
આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બંધ થઇ જશે તમારું સીમકાર્ડ, મોકલવામાં આવી રહી છે નોટીસ
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


તારક મહેતાની કારકીર્દી
તારક મહેતા 1958માં ગુજરાતી નાટ્ય મંડળમાં જોડાયા હતા. તારક મહેતા 1959-60માં દૈનિક પ્રજાતંત્રના ડેપ્યુટી એડિટર રહ્યા હતા. જો કે તેમણે લાંબા સમય સુધી અખબારમાં કામ કર્યું ન હતું અને થોડા સમય પછી માહિતી અને પ્રસારણ વિભાગમાં જોડાયા હતા. 1960થી 1986 સુધી તારક મહેતા ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં કન્ટેન્ટ રાઈટર રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ત્યાં અધિકારી બન્યા.


તારક મહેતાએ 80 પુસ્તક પ્રકાશીત કર્યા
તારક મહેતાનો સાપ્તાહિક લેખ માર્ચ 1971માં ચિત્રલેખા નામના સાપ્તાહિક અખબારમાં પ્રથમ વખત પ્રકાશિત થયો હતો. 1971માં તેમણે 80 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં 3 પુસ્તકો અખબારમાં પ્રકાશિત થયેલા તેમના લેખો પર આધારિત છે.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: Merry Christmas: વિમાન લઇને આકાશમાં ઉડી ગયા હરણ! જુઓ ધમાકેદાર Video
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube