A Girl and an Astronaut: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહેલી આ વેબસિરીઝ A Girl and an Astronaut માં એક અવકાશયાત્રી 30 વર્ષ બાદ પાછો ફરે છે તેના પર દર્શાવવામાં આવ્યું છે. સિરીઝમાં જાણીતી પોલીશ અભિનેત્રી મેગ્ડેલેના સિલેકા અને સ્ટાર્લેટ વાનેસા એલેક્ઝાનડર મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝને બાર્તેક પ્રોકોપોવીઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિરીઝમાં બે અલગ ટાઈમલાઈનને 30 વર્ષના ગેપ દ્વારા દર્શાવવામાં આવી છે. સિલીઝનું આજથી લાઈવ સ્ટ્રિમિંગ નેટફ્લિક્સ પર શરૂ થયું છે. જેના 6 એપિસોડ છે. એક અવકાશયાત્રી 30 વર્ષના ગાળા બાદ પાછો ફરે છે અને પછી જે સ્થિતિઓનું નિર્માણ થાય છે તેના પર સિરીઝ છે. અવકાશયાત્રીનો સૂતેલો પ્રેમ તે જગાડે છે અને સવાલ ઉઠે છે કે તે બિલકુલ વૃદ્ધ કેમ નથી થયો. સિરીઝમાં જેડ્રેઝ હાઈકર, જેકબ સસાક, મેગ્ડેલેના સિલેકા, આંદ્રેઝ ચિરા, ઝોફિયા ઝાસ્ત્રેઝેબેસ્કા, અન્ના સેસ્લાક, ડારિયા પોલુનિના, મેગ્ડેલેના બોકઝારસ્કા, વગેરે સામેલ છે. 


કોરિયન થ્રીલર, જેમાં એક ફોન ગૂમ થયા બાદ એવી એવી ઘટનાઓની હારમાળા સર્જાય છે


આ હીરોઈનો છે ગુજરાતી ફિલ્મોની રેખા, હેમા અને માધુરી! દરેક ફિલ્મોમાં વગાડે છે ડંકો


'ભાઈ'થી પતિ બન્યો ફહદ અહમદ, સ્વરા ભાસ્કરનું 14 દિવસ જૂનું ટ્વીટ થયું વાયરલ


વેબસિરીઝની સ્ટોરી લાઈન
A Girl and an Astronaut ની સ્ટોરીલાઈન વિશે વાત કરીએ તો તે ત્રણ વ્યક્તિ માર્ટા, નીકો અને બોગ્દાન વચ્ચે પ્રણય ત્રિકોણ દર્શાવે છે. અંતરિક્ષયાત્રી અચાનક પાછો ફરે છે, અનેક સવાલો ઊભા થાય છે કે તે અત્યારે પણ 30 વર્ષ પહેલા જેવો દેખાતો હતો તેવો જ કેમ દેખાય છે. સિરીઝ દુ:ખ, ક્ષમા, પ્રેમ, ગુસ્સો અને ખોવાયેલા પ્રેમની આજુબાજુ ફર્યા કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube