નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અજય દેવગન, તબ્બૂ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેનું એક સોન્ગ લોકો વચ્ચે ઘણું ફેમસ થયું હતું. આ મનોરંજક ભરેલા ગીત 'હોઉલી હોઉલી'માં, જ્યાં એક તરફ રકુલ પ્રીત સિંહનો જોરદાર ડાન્સ જોવા મળ્યો હતો, ત્યાં અજય દેવગણનું હૃદય રકુલની દરેક અદા પર ધબકતું જોવા મળ્યું હતું. આ ગીતમાં તબ્બુના મૂવ્સની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ ગીતના શબ્દો એટલા જ જબરજસ્ત છે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એટલું જ નહીં, યુવાનોમાં આ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણા લોકોએ આ ગીતના ડાન્સ સ્ટેપ્સને ફોલો કર્યા અને તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 'ડ્રીમ ગર્લ' બનીને છવાયા આયુષ્માન ખુરાના, Box Office પર બનાવ્યો નવો રેકોર્ડ


પસંદ કરવામાં આવી રહ્યો છે વીડિયો
તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ગયું છે જેનાથી દરેક જોડાવવા માગે છે. કેમકે આ માધ્યથી આજે દેશના યુવા સમગ્ર દુનિયાની સામે તેમનું ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થઇ રહ્યાં છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ દેખાડવાની કોઇ તક મળતી નથી, એવા લોકો માટે સોશિયલ મીડિયા આજે એક વરદાનના રૂપમાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં Amruta Phadnis નામના યૂટ્યૂબ ચેનલે અપલોડ કર્યો છે, જેને લોકોએ ઘણો પસંદ કર્યો છે.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...