High profile sex racket busted: અંધેરી વેસ્ટના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મોડેલને પકડી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોડેલને એક રાત માટે 2 થી 3 લાખ રૂપિયા મળતા હતા. આ સાથે બે વૃદ્ધ મહિલા સહિત અન્ય ત્રણ મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Forbes Billionaires List: આ 16 ભારતીયો આ વર્ષે નવા અબજોપતિ, ફોર્બ્સની યાદીમાં સ્થાન


પોલીસે જણાવ્યું કે મોડેલને એક રાતના 2 થી 3 લાખ રૂપિયા મળતા હતા. આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હવે પોલીસ આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. માનવામાં આવે છે કે આ મામલાને લઈને ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.


રો-રો એ 615 કરોડમાં સરકારને રોવડાવી, ગુજરાતીઓની કમાણીના પૈસા પાણીમાં


નોઈડાની ઓયો હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ
કહેવામાં આવી રહ્યું છે કે આ સેક્સ રેકેટ ખૂબ જ હાઈપ્રોફાઈલ રીતે ચલાવવામાં આવતું હતું. અંબોલી પોલીસના વરિષ્ઠ અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ આરોપી મહિલાઓમાંથી બે આરોપી મહિલાઓ વૃદ્ધ છે, જેમની ઉંમર 65 વર્ષની છે. તે બોલિવૂડની મોટી પાર્ટીઓમાં હાજરી આપે છે. પાર્ટી દરમિયાન આ મહિલાઓ એવી મોડલ અને ટીવી એક્ટર્સનો સંપર્ક કરતી જેમને પૈસાની જરૂર હોય છે.


Allu Arjun Birthday: 100 કરોડનું ઘર, 30000000થી વધુ પગાર, આવી છે વૈભવી લાઈફ સ્ટાઈલ


પોલીસે પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવ્યું હતું
શરૂઆતમાં પોલીસને માહિતી મળી હતી કે ત્રણ મહિલા આરોપીઓમાંથી એક જ્યોતિષી હોવાનો દાવો કરે છે. તે કથિત રીતે દેહવ્યાપારમાં સામેલ છે. આ માહિતીના આધારે, મુંબઈ પોલીસે તેની તપાસ શરૂ કરી અને 5 એપ્રિલની રાત્રે સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવ્યું. ત્યારબાદ અંધેરી પશ્ચિમના શાસ્ત્રી નગર વિસ્તારમાં એક બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 405 પર દરોડો પાડ્યો.


એક સાથે એક ગામની બે સગર્ભા માતાઓ માટે 108 બની દેવદૂત, હાલક ડોલક બોટમાં બાળકોનો જન્મ


પોલીસે બે વૃદ્ધ મહિલાઓની ધરપકડ કરી હતી
પોલીસે 65 વર્ષીય સુનીતા ઝા, 64 વર્ષીય મધુ અને 31 વર્ષીય ટ્વિંકલ ઝા સહિત ત્રણ મહિલાઓને સ્થળ પરથી પકડી પાડી હતી. આરોપી મહિલા મુંબઈના અંધેરી વેસ્ટમાં એક પોશ બિલ્ડિંગમાં રહેતી હતી. પોલીસે ધરપકડ કરાયેલા લોકો સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.


અદાણીના સંકટમોચક રાજીવ જૈનનું પલટાયું નસીબ, વિશ્વના ધનાઢ્યની યાદીમાં મળી એન્ટ્રી