આહનાએ પહેલા બતાવી બહાદુરી અને પછી બેસી ગઈ પાણીમાં, પોતું ફેરવતા કહ્યું કે...
બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમારે હાલમાં ફિલ્મમેકર પ્રકાશ ઝા પર તેના વિશે અણછાજતી કમેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે આ વિવાદ બહુ વધી જતા આહનાએ આખી વાત પર ઠંડું પાણી રેડી દેતું નિવેદન આપ્યું છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમારે હાલમાં ફિલ્મમેકર પ્રકાશ ઝા પર તેના વિશે અણછાજતી કમેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે આ વિવાદ બહુ વધી જતા આહનાએ આખી વાત પર ઠંડું પાણી રેડી દેતું નિવેદન આપ્યું છે. આહનાએ ફેરવી તોળતા કહ્યું છે કે પ્રકાશ ઝા પણ ફિલ્મના ડિરેક્ટર હતા અને તેમણે સીનને સારો બનાવવા માટે સલાહ આપી હતી. તેઓ થોડા સમય સેટ પર રહ્યા અને પછી ચાલ્યા ગયા હતા. અમે પછી શૂટમાં પ્રકાશ ઝાના પોઇન્ટનો ઉમેરો કરી દીધો હતો. આહનાએ કહ્યું છે કે મારા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજુ કર્યું છે. પ્રકાશ ઝા બહુ સારા વ્યક્તિ છે અને અમે બધા એક્ટર તેમનું બહુ સન્માન કરીએ છીએ. તેમને કારણ વગર આ વિવાદમાં લાવવામાં આવ્યા છે. તેમણે મારા પર નહીં પણ ફિલ્મના સીન પર કમેન્ટ કરી હતી.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....