મુંબઈ : બોલિવૂડની હિરોઇનોમાં આલિયા ભટ્ટની ગણતરી સૌથી ટેલેન્ટેડ નવોદિત તરીકે થાય છે. તેના ખાતામાં એકથી એક સારી ફિલ્મો છે. તેને હાલમાં ડિરેક્ટર રાજા મૌલીની બિગ બજેટ ફિલ્મ ઓફર થઈ હતી પણ ચર્ચા પ્રમાણે આલિયાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટ પ્રમાણે ડિરેક્ટર એસએસ રાજામૌલી મેગા બજેટ ફિલ્મ 'RRR'નું શૂટિંગ કરી રહ્યા છે. તેઓ આ ફિલ્મ માટે આલિયાને સાઇન કરવા માગતા હતા અને એ માટે બહુ મોટી ફી ચૂકવવા પણ તૈયાર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલી નંબર વન રિમેકની હિરોઇનનો મામલો જબરો ગરબડ, આવ્યો નવો ટ્વિસ્ટ


ડિરેક્ટર એસએસ રાજામૌલીની આ ફિલ્મ બાહુબલી અને બાહુબલી 2ની જેમ મેગા બજેટ ફિલ્મ છે અને એમાં જુનિયર એનટીઆર અને રામચરણ તેજા મુખ્ય રોલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફિમેલ લીડ માટે તામિલ, તેલુગુ અને બોલિવૂડ એક્ટ્રેસની શોધ ચાલી રહી હતી. આ રોલ માટે આલિયા ભટ્ટ તેમજ પરિણીતી ચોપડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ બંનેએ ભારે ફી માગતા વાત પડી ભાંગી હતી. 
            
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રાજામૌલી આ ફિલ્મ માટે આલિયાને બહુ મોટી ફી આપવા માટે તૈયાર હતા. તેમણે આ માટે કરણ જોહરના માધ્યમથી આલિયાનો સંપર્ક પણ કર્યો હતો. જોકે, આલિયા બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાના કારણે તેણે આ ઓફર સ્વીકારી નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...