OH REALLY! આલિયા શું ખાઈને રહે છે દુબળીપાતળી અને ફિટ, જાહેર થયું Secret
આલિયા ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શૂટિંગ શરૂ કરશે
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)નું માનવું છે કે ઘરના ભોજનની વાત જ અલગ છે અને એ સૌથી સ્વાદિષ્ટ હોય છે. આલિયાએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને ઘરમાં બનેલા દાલ ચાવલ સૌથી વધારે ભાવે છે. આલિયાએ જણાવ્યું છે કે ઘરનું ખાવાનું સૌથી શ્રેષ્ઠ છે. મને યાદ છે કે મારી મમ્મી જ્યારે મારા માટે પાસ્તા બનાવતી હતી ત્યારે હું તેની પાસેથી દાલ ચાવલ માગતી હતી. મને એ બહુ પસંદ છે. મારું કમ્ફર્ટ ફૂડ ખિચડી, ફ્રેન્ચ ફ્રાઇઝ અને દાલ ચાવલ છે. હેલ્થ ફુડતરીકે મને શાકભાજી અને કાર્બોહાઇડ્રેટનું સેવન પસંદ છે. આ સિવાય મને ફળ પણ પસંદ છે.
આલિયા ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શૂટિંગ શરૂ કરશે. દરમિયાનમાં ભણસાળી આલિયા ભટ્ટ માટે કોઈ ટ્યૂટરની શોધ કરી રહ્યા છે. આ એક્ટર પહેલી વખત આ ફિલ્મમેકરની સાથે કામ કરવા જઈ રહી છે. તે આ ફિલ્મમાં 1960ના દશકમાં કમાઠીપુરાના વેશ્યાગૃહની મેડમ ગંગુબાઈ કોઠેવાલીનો રોલ પ્લે કરશે કે જેના ક્લાયન્ટ્સ ગેંગસ્ટર્સ હતા. તે ડ્રગ પેડલર હોવાની પણ અફવા હતી.
લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં ગંગુબાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંગુબાઈ સાઈઠના દાયકામાં કમાઠીપુરમાં કોઠો ચલાવતી હતી. કાઠિયાવાડી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ગંગુબાઈને તેના પતિએ વેચી નાખી હતી. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે. જોકે, પ્રિયંકા ચોપરા સાથે વાત અટકી પડતાં હવે સંજય લીલા ભણસાલીએ એક્ટ્રેસ આલિયા ભટ્ટને સાઈન કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube