VIDEO: છૂટાછેડા પછી આમિર ખાન-કિરણ રાવનો વીડિયો આવ્યો સામે, કહ્યું- અમે ખુશ છીએ
આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) ના અલગ થવાની જાહેરાત બાદ બંનેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આમિરે જણાવ્યું કે તે અને કિરણ ખુશ છે.
મુંબઈઃ એક દિવસ પહેલા આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાની જાહેરાત કરતા પોતાના છૂટાછેડાની વાત ફેન્સ સાથે શેર કરી હતી. આમિર અને કિરણના 15 વર્ષ બાદ થયેલા છૂટાછેડા પર અનેક લોકો ચોંકી ગયા તો સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. હવે છૂટાછેડા બાદ આમિર અને કિરણનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આમિર અને કિરણે કહ્યું કે, તે ખુશ છે અને સાથે કામ કરતા મળીને પોતાના પુત્ર આઝાદનું ધ્યાન રાખશે.
આ વીડિયોમાં આમિર ખાન અને કિરણ રાવે એકબીજાનો હાથ પકડ્યો છે અને ખુશ નજર આવી રહ્યાં છે. આ વીડિયો આમિર અને કિરણે પોતાના છૂટાછેડા બાદ જારી કર્યો છે. તેણે પોતાના ફેન્સને કહ્યું કે, તે ખુબ ખુશ છે અને સાથે મળી કામ કરશે. જુઓ આમિર અને કિરણનો આ વીડિયો..
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube