નવી દિલ્હીઃ આમિર ખાનની આવનારી ફિલ્મ 'લાલસિંહ ચડ્ડા' ટોમ હેંક્સની 'ફોરેસ્ટ ગંપ'ની ઓફિશીયલ રિમેક છે. આ ફિલ્મમાં ભારતના પાંચ દાયકાઓની મહત્વની ઘટનાઓનો આવરી લેવામાં આવી છે. ફિલ્મની વાર્તા વર્ષ 1968થી મુખ્ય પાત્રના બાળપણથી થાય છે અને આ વાર્તાનો અંત વર્ષ 2018 સુધીમાં થાય છે. ફિલ્મના સ્ટોરી રાઈટર્સે ઈમરજન્સી,ઓપરેશન બ્લૂ સ્ટાર, વર્લ્ડકપમાં જીત, કારગિલ યુદ્ધ, રથયાત્રા અને વાજપેઈ સરકાર બનવા સહિતની ઘટનાઓ લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'લાલસિંહ ચડ્ડા'ના મેકર્સ ન્યૂ જનરેશન અને ઓલ્ડ જનરેશનને રિલેટ થાય તે પ્રકારની ફિલ્મ લઈને આવ્યા છે. મનમોહનસિંહની સરકારથી લઈને નરેન્દ્ર મોદીની સરકાર બનવા સુધીના વાત ફિલ્મમાં દર્શાવાઈ છે. જો કે ફિલ્મમાં બાબરી મસ્જીદ ધ્વંસ અને નોટબંધી જેવા મુદ્દા દર્શાવવામાં આવ્યા નથી.


શાહરૂખ ખાનનો ફિલ્મમાં છે કેમિયો:
કહેવાય છે કે આમિર ખાનની આ મચ અવેઈટેડ ફિલ્મમાં શાહરૂખ ખાનનો મહત્વનો કેમિયો રહેશે. લોકડાઉન લાગે તે પહેલા શાહરૂખ ખાનના પાત્રનું શુટિંગ મુંબઈની ફિલ્મસિટીમાં થયુ હતું. જે માત્ર એક દિવસનું હતું અને આમીર ખાને જ તેના ડિરેકશનની જવાબદારી લીધી હતી. આ ફિલ્મમાં બાકીનું ડિરેકશન અદ્વેત ચંદ્રને કર્યું છે.


ફિલ્મમાં શાહરૂખ ખાનને દર્શાવાશે યંગ:
ફિલ્મના એક સીનમાં મુખ્ય પાત્ર લાલ સિંહ ચડ્ડાની કિશોરાવસ્થા દર્શાવાઈ છે, આ સીનમાં તે શાહરૂખ ખાનના યંગ પાત્રની સાથે સ્ક્રીન શેર કરે છે. આ સીનમાં શાહરૂખ ખાન તેના મિત્રો સાથે ડાન્સ કરી રહ્યો છે અને તેને જોઈ લાલસિંહ ચડ્ડાનું પાત્ર પણ ડાન્સ કરવા લાગે છે. લાલસિંહ ચડ્ડાના પગમાં તકલીફ છે જેનાથી તે સરખો ડાન્સ કરી શકતો નથી. આ સીનમાં ઓરિજનલ શાહરૂખ ખાન નથી પરંતુ CG ઈફેક્ટ્સની મદદથી યુવાન શાહરૂખ ખાન દર્શાવવામાં આવશે.


ફિલ્મમાં 'લાલસિંહ ચડ્ડા'ને બતાવાયો છે સતત દોડતો:
ફિલ્મમાં ઘણા લોકેશન્સ દર્શાવવામાં આવ્યા છે. નાયક લાલસિંહ ચડ્ડાના પાત્રને સતત દોડતો દર્શાવવામાં આવ્યો છે. રનિંગવાળા ભાગનું શુટિંગ પહેલા પૂણેમાં કરવાનું હતું પરંતુ કોરોનાના કેસ વધારે હોવાથી પરવાનગી ન મળી અને મેકર્સે નોઈડામાં શુટિંગ શિફ્ટ કરી. જેપી સ્પોર્ટ્સ સિટીમાં હિરોના રનિંગવાળા સીનનું શુટિંગ કરાયું છે. ભારતના કેટલાક રાજ્યોના ફેમસ પ્લેસ પર પણ આમિર ખાનના દોડતાવાળા સીન લેવામાં આવ્યા છે. આમીર ફિલ્મમાં ટેબલ ટેનિસ રમતા પણ જોવા મળશે. આમિર ખાનને રિઅલ લાઈફમાં ટેબલ ટેનિસ રમવાનો શોખ છે, આ ફિલ્મ માટે આમિર ખાને કોચ રાખ્યો હતો.


ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે ફિલ્મ:
ફિલ્મમાં વર્ષ 2018 સુધીની વાત છે, જેમાં નોટબંધી બાદ ATM બહાર લાગેલી લાઈન ફિલ્મોમાં બતાવાઈ નથી. પ્રોડ્યુસર અને ડિરેકટર્સે ક્રિસમસ પર ફિલ્મ રિલીઝ કરવાનું મન બનાવાયું છે.હવે જોવાનું રહ્યું કે ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે કે હજી રિલીઝ ડેટ પાછી ઠેલાશે.