`PK` અને `રોક ઓન`ના અભિનેતા Sai Gundewarનું નિધન, બ્રેન કેન્સર સામે લડી રહ્યા હતા જંગ
સાંઇ ગુંડેવરનું અમેરિકામાં સારવાર વખતે તેમનું નિધન થઇ ગયું છે. ગુંડેવરના નિધનના સમાચારને તેમના પરિવાર મિત્ર અને તેમના બોલીવુડના કો-સ્ટારને ખૂબ દુખી કરી દીધા છે.
નવી દિલ્હી: આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ 'પીકે' અને 'રોક ઓન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર સાંઇ ગુંડેવરનું નિધન થઇ ગયું છે. સાંઇ ગુંડેવર 42 વર્ષના હતા અને ગત એક વર્ષથી તે બ્રેન કેન્સર જેવી ગંભીર બિમારી સાથે જંગ લડી રહ્યા હતા. સાંઇ ગુંડેવરનું અમેરિકામાં સારવાર વખતે તેમનું નિધન થઇ ગયું છે. ગુંડેવરના નિધનના સમાચારને તેમના પરિવાર મિત્ર અને તેમના બોલીવુડના કો-સ્ટારને ખૂબ દુખી કરી દીધા છે.
સાંઇના નિધન બાદ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પણ ટ્વિટ કરી તેમની આત્માની શાંતિની દુઆ કરી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે 'ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રભાવશાળી અભિનેતા ગુમાવી દીધા. તમને જણાવી દઇએ કે 'પીકે', 'રોક ઓન', 'ડેવિડ' 'આઇ મી ઔર મેં', 'બાજાર' અને 'લવ બ્રેકઅપ જીંદગી' જીવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં સાંઇનો નાનો રોલ હતો. ફિલ્મોથી સાંઇને તે ઓળખ ન મળી શકી જેટલી તેમને 'સ્પ્લિટ્સવિલા'થી મળી. વર્ષ 2010માં સાઇં 'સ્પ્લિટ્સવિલા'માં જોવા મળ્યા હતા જ્યાંથી તેમને ખૂબ ઓળખ મળી. આ ઉપરાંત મરાઠી ફિલ 'એ ડોટ કોમ મોમ'માં પણ સાંઇ જોવા મળ્યા હતા.