Aamir Khan Daughter Birthday:  સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન પોતાની બિંદાસ લાઇફ સ્ટાઇલ માટે જાણિતી છે. ઇરા ખાન અવાર નવા પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી હોય છે. આમિર ખાનની પુત્રી આઇરા ખાને ગત રવિવારે એટલે કે 8 મેના રોજ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેક પર મીણબત્તીઓ ઓલવતી વખતે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટાને જોઇને લાગી રહ્યું છે કે આમિરની પુત્રીએ બથર્ડે પર પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આઇરા કેક કાપતી વખતે બિકિનીમાં જોવા મળી અને આ બિકિનીએ ટ્રોલર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આમિર પણ આ ફોટામાં શર્ટલેસ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તેમની સાથે પુત્ર આઝાદ પણ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં ઇરા ખાને જણાવ્યું કે હાલમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. કારણ કે ડિપ્રેશન બાદ તેને હવે એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા છે. આઇરાએ લખ્યું કે મને એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા છે, ગભરામણ થાય છે અને હું રડવા લાગુ છું. મને ખબર નથી કે પેનિક એટેક કેવો હોય છે પરંતુ હું તેને સમજી શકુ છું તો તેના શારીરિક લક્ષણ છે ધબકારા વધવા, શ્વાસ ચઢવો, અડવું વગેરે પછી આ વધતું જાય છે. એવું લાગે છે કે જેમ કે કંઇક ડરામણું થવાનું હોય. 

Aamir Khan Daughter: આમિર ખાનની પુત્રીએ બોયફ્રેન્ડ સાથે ઉજવી ઇદ, ડીપ બ્લાઉઝમાં પાર કરી બોલ્ડનેસની તમામ હદો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube