નવી દિલ્હી: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાનની (Aamir Khan) પુત્રી ઈરા ખાને (Ira Khan) કહ્યું છે કે જ્યારે તે યુવાન થઈ ત્યારે તેની માતા રીના દત્તાએ (Reena Dutta) તેને સેક્સ એજ્યુકેશન (SEX EDUCATION) પરનું એક પુસ્તક ગિફ્ટ કર્યું હતું. અગસ્તુ ફાઉન્ડેશન માટે કરવામાં આવતી 'પિન્કી પ્રોમિસ ટુ મી' સિરીઝના ભાગમાં ઈરા તેના શરીર વિશે જિજ્ઞાસા નામના ટોપિક પર વાત કરી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાએ ગિફ્ટમાં આપી સેક્સ એજ્યુકેશન બુક
તેની ઇન્સ્ટા સ્ટોરીમાં ઈરાએ (Ira Khan) લખ્યું, 'મને નથી લાગતું કે આ પહેલા મેં મારી જાતને આટલી કાળજીપૂર્વક જોઈ હશે. જ્યારે હું યુવાન થઈ ત્યારે મારી માતાએ મને સેક્સ એજ્યુકેશન બુક આપી હતી અને તેમાં લખ્યું હતું કે મારે મારી જાતને અરીસામાં ઉપરથી નીચે સુધી જોવાની છે. મારું શરીર ઘણું બદલાઈ ગયું હતું અને હજી લાંબી સફર કાપવાની બાકી હતી.


આ પણ વાંચો:- Pornography Case: રાજ કુન્દ્રાને લઈ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ


પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે ઈરા
તમને જણાવી દઈએ કે આમિર ખાનની (Aamir Khan) પુત્રી ઈરા ખાન (Ira Khan) તેના પિતાના છૂટાછેડાની ઘોષણા પછી ચર્ચામાં આવી હતી. આ સિવાય તે પોતાની અંગત જિંદગી માટે પણ ચર્ચામાં રહે છે. ઈરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને તેનો બોયફ્રેન્ડ હિન્દુ છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ જાય છે.


Pornography Case: Raj Kundra ની ધરપકડ બાદ ચર્ચામાં આ 5 મોડલ, જાણો કોણે શું કહ્યું


સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે ઈરા
વાત કરીએ તેની હાલની પોસ્ટની તો આ પોસ્ટ ઉપરાંત પણ 24 જુલાઈના ઇન્ટરનેશનલ સેલ્ફ કેર ડે છે જેના પહેલા ઈરા (Ira Khan) મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને લઇને ઘણી બધી પોસ્ટ શેર કરી રહી છે. જણાવી દઇએ કે, ઇરાએ બોલીવુડમાં પગ મુક્યો નથી પરંતુ તેમ છતાં તેની ઘણી સારી ફેન ફોલોવિંગ છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube