Kissing Scene : 90 ના દાયકામાં આવેલી આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ રાજા હિન્દુસ્તાની તે સમયની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના ગીતને આજે પણ લોકો પસંદ કરે છે. જોકે આ ફિલ્મ તેની દમદાર સ્ટોરી અને મ્યુઝિકના કારણે તો ચર્ચામાં રહી જતી પરંતુ આ ફિલ્મનો એક સીન તે સમયે બોલીવુડમાં હાહાકાર મચાવી ગયો હતો. આ સીન હતો આમિર ખાન અને કરિશ્મા કપૂરનો લિપ લોક કિસિંગ સીન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માધુરીએ છોડ્યા બાદ સંજય દત્ત ખરાબ રીતે ભાંગી પડ્યો હતો, પત્નીએ કર્યો મોટો ખુલાસો


તારક મેહતા છોડ્યાના 6 વર્ષ પછી આવા દેખાય છે 'દયાબેન', શોમાં જોવા મળશે બદલેલા રૂપમાં


Viral Video: 31 વર્ષમાં પહેલીવાર કાજોલે ઓન સ્ક્રીન આપ્યો Kissing સીન, વીડિયો વાયરલ


રાજા હિન્દુસ્તાની જોનાર દરેક વ્યક્તિને કરિશ્મા અને આમિરનો આ કિસિંગ સીન ચોક્કસથી યાદ હશે. તે સમયે આ સૌથી લાંબો કિસિંગ સીન હતો. જોકે ફિલ્મી પડદા ઉપર જેટલી મિનિટ સુધી આ કિસિંગ સીન દેખાડવામાં આવ્યો હતો તેનાથી વધુ વખત શૂટિંગ સમયે આમિર અને કરિશ્માને એકબીજાને કિસ કરવી પડી હતી. આ સીન શૂટ કરવા માટે આમિર ખાનને 47 રીટેક આપવા પડ્યા હતા. એટલે કે આમિર ખાન એ કરિશ્મા કપૂરને 47 વખત કિસ કરી હતી.


કરિશ્મા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ કિસિંગ સીન શૂટ કરવા માટે તેમને ખૂબ જ તકલીફ પડી હતી. એક સીન શૂટ કરવા માટે તેને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો તે સમયે ફેબ્રુઆરી મહિનો હતો અને ઊંટીમાં કડકડથી ઠંડી હતી. એક સીન માટે સવારે સાતથી સાંજે છ સુધી શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને લોકો ઠંડીમાં ધ્રૂજતા હતા તેવામાં તેમને 47 વખત રીટેક આપવા પડ્યા હતા. 


મહત્વનું છે કે રાજા હિન્દુસ્તાની તે સમયની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે આ ફિલ્મ 6 કરોડના બજેટમાં બની હતી અને તેણે 78 કરોડનો બિઝનેસ કર્યો હતો.