નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને તેની પત્ની કિરણ રાવે (Kiran Rao) 3 જુલાઈને શનિવારે અલગ થવાની જાહેરાત કરી છે. બંનેએ નિવેદન જાહેર કરીને તેમના છૂટાછેડા વિશે જાહેરાત કરી હતી. આ જોડીને બોલિવૂડની પરફેક્ટ જોડી કહેવાતી હતી, પરંતુ તેમનું આ રીતે અલગ થવું ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંનેનું નિવેદન
બંનેએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, આ 15 સુંદર વર્ષોને અમે એક સાથે જીવન ભરના અનુભવો, આનંદ અને હાસ્યને શેર કર્યું છે અને અમારા સંબંધો માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. અમે થોડા વર્ષ પહેલા એક આયોજિત જુદા જુદા ભાગની શરૂવાત કરી હતી, અને હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવ કરી રહ્યા છીએ.


આ પણ વાંચો:- આમિર ખાનના છૂટાછેડા બાદ આ એક્ટ્રેસને લોકો કરી રહ્યા છે ટ્રોલ, ટ્વિટર પર ટ્રેન્ડ થયું નામ


'લગાન' ના સેટ પર થઈ હતી મુલાકાત
તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત વર્ષ 2001 માં ફિલ્મ 'લગાન' ના સેટ પર થઈ હતી. કિરણ રાવ (Kiran Rao), હવે એક ફિલ્મ નિર્માતા, તે સમયે ફિલ્મ લગાનના સહાયક નિર્દેશક હતા. 2002 માં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાને (Aamir Khan) લગ્નના 16 વર્ષ પછી તેમની પ્રથમ પત્ની અને બાળપણની પ્રેમિકા રીના દત્તા સાથે છૂટાછેડાની ઘોષણા કરી હતી.


આ પણ વાંચો:- આમિર ખાનની ફિલ્મ બહિષ્કાર કરવા અપીલ, કચ્છના મહંતનો વીડિયો થયો વાયરલ


2005 માં કર્યાં લગ્ન
આમિર ખાનના (Aamir Khan) છૂટાછેડા પછી કિરણ રાવ (Kiran Rao) સાથેની તેમની નિકટતા વધી ગઈ. કિરણે આમિરને ઘણો ટેકો આપ્યો અને ત્યારબાદ બંનેએ એક થવાનું નક્કી કર્યું. આમિર ખાન અને કિરણે 2005 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નના 15 વર્ષ દરમિયાન ઘણા પ્રસંગોએ, આમિરે કિરણને પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો હતો અને જ્યારે પણ જરૂર જણાઈ ત્યારે તેઓ એકબીજાના સપોર્ટ તરીકે કામ કરતા હતા.


આ પણ વાંચો:- Aamir Khan એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા, 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય


રાજવી પરિવારમાંથી છે કિરણ રાવ
કિરણ રાવની (Kiran Rao) ઓળખ તમારી નજરમાં આમિર ખાનની (Aamir Khan) બીજી પત્ની તરીકે થઈ શકે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કિરણ રાજવી પરિવારની છે. એટલું જ નહીં, તે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની (Aditi Rao Hydari) મામેરી બહેન છે. તમને જણાવી દઈએ કે, કિરણ રાવના દાદા રાજા જે રામેશ્વર રાવ વાનાપર્થીના રાજા હતા. વાનાપર્થી હવે તેલંગાણા રાજ્યમાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube