મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) નો પુત્ર જુનૈદ ખાન પણ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ 'મહારાજા'નું શૂટિંગ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. જુનૈદ છેલ્લા ઘણા સમયથી થિએટર કરી રહ્યો હતો અને આજે પ્રથમવાર કેમેરાનો સામનો કરશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે જેમાં જુનૈદ ગુજરાતના પત્રકાર અને સમાજ સુધારક કરસનદાર મુળજીની ભૂમિકા નિભાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૂટિંગ પહેલા જુનૈદની બહેન ઇરા ખાને પણ તેને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતા શુભેચ્છા આપી છે. પોતાની પોસ્ટમાં ઇરાએ લખ્યું, 'જુન્નૂ, આ તેનો પ્રથમ પ્લે કે પ્રથમ શો કે અમારી સાથે પ્રથમ પ્લે નહતો પરંતુ આજે તેની શૂટિંગનો પ્રથમ દિવસ છે. અને મને આ તસવીર ખુબ પસંદ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટિંગમાં છે પરંતુ છતાં મારા માટે નવુ છે. તેણે મારા પ્લેમાં પણ કામ કર્યું છે તો હું તેનાથી ઉપર છું... પરંતુ કોઈ વસ્તુ કરતા હું તેની નાની બહેન છું.'


બોલીવુડની આ ટોપ 10 રોમેન્ટિક ફિલ્મો...જેણે શીખવી પ્રેમની પરિભાષા


આ વચ્ચે સમાચાર છે કે ફિલ્મ માટે મુંબઈના વિજય નગરમાં એક મોટો સેટ બનાવવામાં આવ્યો છે. ફિલ્મ મહારાજામાં જુનૈદ સિવાય અર્જુન રેડ્ડી જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચુકેલ અભિનેત્રી શાલિની પાંડે, શરવરી વાઘ અને જયદીપ અહલાવત જેવા કલાકાર પણ જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ પી મલ્હોત્રા ડાયરેક્ટ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube