આમિરને ઇમરાન અંગે સવાલ પુછાતા ભડકેલા બોડીગાર્ડે ZEE MEDIA ટીમ સાથે કરી ગેરવર્તણુંક
ચા કરતા કીટલી ગરમની કહેવત અનુસાર બોડીગાર્ડે કહ્યું મારા કામની વચ્ચે નહી આવવાનું નહી તો કેમેરો તોડી નાખીશ
નવી દિલ્હી : સેલિબ્રિટીઝનાં બોડીગાર્ડ્સનો ગરમ મિજાજ કોઇ નવી વાત નથી. આમિર ખાનનાં બોડીગાર્ડ્સનું વલણ સ્ટાર કરતા પણ વધારે ગરમ હોય છે. પાકિસ્તાની પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં આમિર ખાનને આમંત્રણ અપાયું છે. આ સમાચાર આવ્યા બાદ ZEE MEDIAની ટીમ આમિર ખાનની પ્રતિક્રિયા જાણવા માટે તેના ઘરે પહોંચી હતી. મુંબઇના બાંદ્રા વિસ્તારમાં આવેલા તેના ઘરે સવારે 11.45 આસ-પાસ આમિરની ગાડી નિકળી. તે સમયે અમે આમિરને આ શપથગ્રહણ સમારોહમાં જવા અંગે પ્રતિક્રિયા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તે અંગે આમિરે માત્ર હાથ હલાવીને આગળ નિકળી ગયો. દેશના માટે મોટા સમાચાર હોવાનાં કારણે અમારી ટીમે અમિરની ગાડીને ફોલો કરી હતી. વચ્ચે પ્રયાસ કર્યો કે તેની પાસેથી સત્ય હકીકત જાણી શકાય. જો કે આમિરના બોડીગાર્ડે ન માત્ર મીડિયા ટીમ સાથે દુર્વ્યવહાર કર્યો પરંતુ કેમેરો તોડી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. સામાન્ય રીતે ઘણીવાર અલગ અલગ વિષો પર સેલેબ્રિટીના રિએક્શન માટે તેમને ફોલો કરવા પડતા હોય છે. આવા સમયે ચા કરતા કિટલી ગરમની કહેવત સાચી ઠરતી હોય છે.
રસ્તા વચ્ચે ગાડી રોકીને તેના સિક્યોરિટી ગાર્ડે ન માત્ર ZEE MEDIA સાથે ગેરવર્તણુંક કરી પરંતુ દેશના ચોથા સ્તંભ માટે કામ કરતા પત્રકારો પર ફરી એકવાર આંગળી ઉઠાવી છે. આ અંગે જો કે હજી સુધી આમિત તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ હવે અમારે ન માત્ર ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહ અંગે પરંતુ તેના બોડિગાર્ડ દ્વારા કરાયેલી ગેરવર્તણુંક મુદ્દે પણ સ્પષ્ટતા જોઇએ છે.