આમિર ખાનની પુત્રીનો ચોંકાવનારો ખુલાસો, 14 વર્ષની ઉંમરે થયું હતું યૌન શોષણ
બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની પુત્રી ઇરા ખાન (Ira Khan)ઘણી ચર્ચામાં છે. ઇરા ખાને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેના ડિપ્રેશનને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઇરા ખાને કહ્યું હતું કે, હું ડિપ્રેસ્ડ છું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઇરા ખાન ખુબજ ચર્ચામાં આવી હતી
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની પુત્રી ઇરા ખાન (Ira Khan)ઘણી ચર્ચામાં છે. ઇરા ખાને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેના ડિપ્રેશનને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઇરા ખાને કહ્યું હતું કે, હું ડિપ્રેસ્ડ છું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઇરા ખાન ખુબજ ચર્ચામાં આવી હતી. ફરી એકવાર ઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શરે કર્યો છે. તાજેતરમાં આવેલા વીડિયોમાં ઇરાએ જણાવ્યું છે કે, તે ક્યારે સમજી શકી નહીં કે તે કેમ ડિપ્રેસ્ડ છે. ઇરાએ એવું પણ કહ્યું કે, તેના માતા-પિતાના તલાક પણ તેના આ ડિપ્રેશનનું કારણ નથી.
આ પણ વાંચો:- ફરી એકવાર 'Kaun Banega Crorepati' વિવાદોમાં ઘેરાયું, શો અંગે વિવેક અગ્નિહોત્રી કહી આ વાત
તેણે આ પણ કહ્યું કે, તે ડિપ્રેશનમાં કેમ છે, આ વાતનો જવાબ પણ આપી શકે તેમ નથી. કેમ કે, તે પોતે નથી જાણતી. છેલ્લા ઘણા વર્ષોથી તે આ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહી છે, પંરતુ કોઈ સીધો અને યોગ્ય જવાબ મળી રહ્યો નથી. તેણે કહ્યું કે, આજે હું તમને મારા અનુકૂળ જીવન વિશે જણાવી રહી છું. પૈસાને લઇને મને ક્યારે કોઈ દુ:ખનો અનુભવ થયો નથી. મારા માતા-પિતા અને મારા મિત્રોએ મને ક્યારે કોઈ વસ્તુ માટે કોઇ દબાણ કર્યું નથી.
આ પણ વાંચો:- સુશાંતની ફિલ્મ 'ડ્રાઇવ'નું એક વર્ષ પૂરુ થયું, જેકલીન ફર્નાન્ડિઝે અભિનેતાને કર્યા યાદ
માતા પિતાના તલાક પર કર્યો ખુલાસો
વીડિયોમાં ઇરા ખાને તેના માતા-પિતાના તલાકનો ઉલ્લેખ કરતા કહ્યું, જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા-પિતાના તલાક થયા હતા પરંતુ તેને લઇને હું કોઈ આઘાતમાં નથી. મારા માતા-પિતા તલાકક બાદ પણ તે બંને સારા મિત્રો છે. કોઈ પરિવાર વેરવિખેરાયો નથી. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મને ટીબી થયો હતો. જો કે, ટીબી પણ મારા માટે એટલી મોટ સમસ્યા ન હતી કે, જેનાથી હું આટલી દુ:ખી થઉ.
આ પણ વાંચો:- 'Fast And Furious'ના ફેન્સ માટે ખરાબ સમાચાર, ફ્રેન્ચાઇઝીને બંધ કરવાની તૈયારીમાં મેકર્સ
14 વર્ષની ઉંમરમાં થયું યૌન શોષણ
જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. ત્યારે મને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે મને ખબર પડી તો હું તેનાથી દુર થઈ ગઈ. હા, મને ખરાબ લાગ્યું કે, મેં મારી સાથે આ શું થવા દીધું, પરંતુ આ પણ કોઈ જીવનભરનો મોટો આઘાત નહતો કે, હું ડિપ્રેશનમાં જતી રહું. હું મારા મિત્રો અને માતા-પિતાને મારા જીવનના દરેક ક્ષણ વિશે જણાવી શકું છું, પરંતુ શું જણાવું. તેઓ મને પૂછશે કેમ? મારી સાથે કંઇ ખરાબ જ થયું નથી, જે હું અનુભવ કરી રહ્યું છે. આ વિચારે મને તેમની સાથે વાત કરવાથી રોકી અને તેમનાથી દુર કરી છે.
આ પણ વાંચો:- નીકિતા હત્યા કેસ: ફરીથી બોલીવુડ પર ભડકી કંગના, કહ્યું- 'ભલાઈ કરતા નુકસાન વધુ કરે છે'
આમિર ખાનની પુત્રી ઇરા ખાન ઘણી વખત ગંભીર મુદ્દા પર વાત કરે છે. આ વખતે તેણે ડિપ્રેશનનું કારણ જણાવવા માટે ઇરાએ ખુલીને જવાબ આપ્યો છે. તેનો વીડિયો ખુબજ ઝડપી વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube