ખુશખબર! Aamir Khan ફરી બનશે `PK`, Ranbir Kapoor સાથે જોવા મળશે
વિધુ વિનોદ ચોપડા (Vidhu Vinod Chopra) એ રણબીર કપૂર (Ranbir Kapoor) ની સાથે આમિર ખાન (Aamir Khan) સ્ટારર પીકે (PK) ની સીક્વલની પુષ્ટિ કરી છે.
નવી દિલ્હીઃ આમિર ખાન (Aamir Khan) અને રાજકુમાર હિરાણી (Rajkumar Hirani) ની જોડીની બીજી ફિલ્મ 'પીકે (PK)' 2014મા રિલીઝ થઈ અને ખુબ મોટી બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મના અંતમાં આમિરની સાથે રણબીર કપૂર (Ranbir Kapoor) તેના સાથી તરીકે જોવા મળે છે. આ એક સીને દર્શકોને હંમેશાની જેમ ઉત્સાહિત કરી દીધા હતા કે ફિલ્મની સીક્વલ ક્યારે આવશે. દર્શકો એક સાથે બન્ને કલાકારોને જોવાની રાહ જોઈ રહ્યા છે. હવે આ ઈચ્છા પૂરી થવાની છે કારણ કે નિર્માતા વિધુ વિનોદ ચોપડા (Vidhu Vinod Chopra) આ મુદ્દે મોટી વાત કહી છે.
કેમ થયો વિલંબ
આ ફિલ્મની સીક્વન્સની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ફેન્સ આ સમાચાર વાંચી ખુશ થઈ શકે છે, કારણ કે હાલમાં આવેલા મિડ ડેના રિપોર્ટ અનુસાર, એવુ થઈ શકે છે અને નિર્માતા વિધુ વિનોદ ચોપડા પોતાના પ્રશંસકોની ઈચ્છા પૂરી કરી દે. ફિલ્મ નિર્માતાએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, અમે તેની આગલી કડી બનાવીશું. અમે ફિલ્મના અંતમાં રણબીર કપૂરના ચરિત્રને ગ્રહ પર ઉતરતુ દેખાડ્યુ હતું. તેથી હવે તેને દેખાડવા માટે કહાની આગળ વધશે. પરંતુ લેખક અભિજીત જોશીએ અત્યાર સુધી તેને લખી નથી. જે દિવસે તેઓ લખશે, અમે તેને ફિલ્મ બનાવીશું.
આ પણ વાંચોઃ સિંગર નેહા કક્કરની દરિયાદિલી, આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા લોકોને કરી મદદ
પૈસા નહીં ફિલ્મ બનાવવાનું કામ કરીએ છીએ
વિધુએ આગળ કહ્યુ, અમે પૈસા બનાવવાના વ્યવસાયમાં નથી, અમે સિનેમા બનાવવાના વ્યવસાયમાં છીએ. જો પૈસા બનાવવાનું લક્ષ્ય હોત તો અમે અત્યાર સુધી મુન્ન ભાઈ...ના છ સાત ભાગ બનાવી ચુક્યા હોત અને પીકેના બે-ત્ર ભાગથી અમે કેટલાક કરોડ ખુશી ખુશી કમાઈ શક્યા હોત.
આ પણ વાંચોઃ KGF સ્ટારના ફેન્સે કર્યું Suicide, Yash અને Siddaramaiah માટે છોડ્યો આ ખાસ મેસેજ
આ વચ્ચે હિરાણીએ સંજૂમાં રણબીર સાથે કામ કર્યું, જે ફિલ્મ પણ હિટ રહી હતી. વર્ષ 2018મા જ્યારે રાજકુમારને પીકે સીક્વલ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યુ હતુ કે, સ્ક્રિપ્ટના અંતમાં કોઈ ખુશ નહતું કે આમિરનું પાત્ર માત્ર ગ્રહ છોડી દેશે, તેથી અમે પીકેને વધુ એક મૂળ ગ્રહની સાથે પૃથ્વી પર પરત મોકલવાનો નિર્ણય કર્યો. તે ગ્રહથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube