નવી દિલ્હીઃ અભિનેતા-નિર્માતા આમિર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ચીનમાં રીલિઝ થતા જ છવાઈ ગઈ છે. ચીનમાં પ્રથમ દિવસે જ ફિલ્મએ મોટી કમાણી કરી છે. પીકે અને દંગલ બાદ એવું લાગે છે કે આમિરની આ ફિ્લ્મને પણ ચીનમાં મોટી સફળતા મળશે. ઉલ્લેખનીય છે કે આમિર ખાન ચીનમાં બોલીવુડનો લોકપ્રિય ચહેરો બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મની પ્રથમ દિવસની કમાણી 43.35 કરોડ રહી 



શુક્રવાર (19 જાન્યુઆરી) સિક્રેટ સુપરસ્ટાર ચીનમાં રીલિઝ કરવામાં આવી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે જણાવ્યા અનુસાર ફિલ્મએ પ્રથમ દિવસે 43.35 કરોડની શાનદાર કમાણી કરી. સિક્રેટ સુપરસ્ટાર આ કલેક્શન સાથે ચીનની બોક્સ ઓફિસ પર પણ નંબર-1 બની ગઈ છે. 



દંગલથી પણ વધુ ઓપનિંગ કલેક્શન 
આપને જણાવી દઈએ કે, સિક્રેટ સુપરસ્ટારનું ઓપનિંગ કલેક્શન દંગલથી પણ વધુ છે. દંગલે ચીની બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે લગભગ 13 કરોડનો વ્યાપાર કર્યો હતો. દંગલને 47 દિવસમાં 1200 કરોડથી વધુનું કલેક્શન ચીનમાંથી આવ્યું હતું. સિક્રેટ સુપરસ્ટાર 19 ઓક્ટોબરે દેશમાં રીલિઝ થઈ હતી અને આ ફિલ્મએ 62 કરોડનું કલેક્શન કર્યું હતું.  


15 કરોડના બજેટમાં બની હતી ફિલ્મ 
સિક્રેટ સુપરસ્ટાર ઝી સ્ટૂડિયોઝ, આકાશ ચાવલા અને આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ આમિર ખાન કિરણ રાવ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં કાશ્મીરના જાયરા વસીમ મુખ્ય રોલમાં છે. તેણે ઇંસિયા નામની છોકરીની ભૂમિકા ભજવી છે. જેનુ સમનું ગાયિકા બનવાનું છે. નોંધનિય છે કે આ ફિલ્મ માત્ર 15 કરોડના બજેટમાં બની હતી. આમિર ખાનની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન છે.