નવી દિલ્હી: દેશમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પીડિતોની સંખ્યા વધતી જાય છે. પરંતુ આમ છતાં સરકાર સાથે મળીને આખો દેશ આ વાયરસ સામે જંગ લડી રહ્યો છે. આ બધા વચ્ચે ભારત સરકારે કોરોના વિરુદ્ધની લડતમાં દરેક દેશવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. હવે આ મેસેજ દરેક દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના વખાણ પીએમ મોદી અને અમિત શાહ પણ કરી રહ્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજય દેવગણ પોતાના આ નવા વીડિયોમાં એક્સસાઈઝ કરતો જોવા મળે છે, ત્યારે જ એક વ્યક્તિ તેને મળે છે અને પોતાને તેનો બોડીગાર્ડ જણાવે છે. તે એમ પણ કહે છે કે તે તેનો પર્સનલ બોડીગાર્ડ છે. જે કોરોનાથી તેની રક્ષા કરશે. હવે આ વીડિયો શેર કરીને અજય દેવગણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર કે જેમણે કોરોના સામે લડવા માટે દરેક જણ માટે  પર્સનલ બોડીગાર્ડ બનાવ્યો છે...જુઓ વીડિયો...


આ વીડિયો સામે આવતાની સાથે જ ટ્વીટર પર #SetuMeraBodyguard ટ્રેન્ડ કરવા લાગ્યો છે. જેમાં અજય દેવગણે દરેક જણને સરકારની આ મુહિમમાં તેમનો સાથ આપવાનો અને આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. 



પીએમ મોદીએ આપી શાબાશી
પીએમ નરેન્દ્ર મોદીએ પોતે પોતાના ટ્વીટર હેન્ડલથી અજય દેવગણનો આ લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, "બહુ સરસ અજય દેવગણ. આરોગ્ય સેતુ આપણા અને આપણા પરિવારને તથા આપણા દેશને સુરક્ષિત રાખે છે. આ એપને ડાઉનલોડ કરો અને કોરોના વિરુદ્ધ છેડાયેલા આ યુદ્ધને વધુ મજબુત કરો."