મુંબઈ : આજે ‘ધ લાયન કિંગ’ રિલીઝ થતાંની સાથે જ શાહરૂખના દીકરા આર્યન ખાનની ચર્ચા થવા લાગી છે. આર્યન ખાને આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં આર્યન ખાને ‘સિમ્બા’ને અવાજ આપ્યો છે. જ્યારે શાહરૂખ ખાને ‘મુફાસા’ માટે અવાજ ડબ કર્યો છે. સોશિયલ મીડિયામાં શાહરૂખના દીકરાનો મોટો ચાહકવર્ગ છે. જોકે હાલમાં આર્યન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે, આર્યન લંડનની એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. માહિતી પ્રમાણે, આર્યનની મમ્મી ગૌરી ખાને પણ આ યુવતી સાથે મુલાકાત કરી છે અને તેને મળીને ખુશ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે આર્યનની બહેન સુહાના ખાને થોડા દિવસો પહેલા જ આર્ડિંગ્લે કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. હવે ન્યૂયોર્કની ફિલ્મ સ્કૂલમાં ભણવા જવાની છે. શાહરૂખ ઘણા ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે સુહાનાને બોલિવૂડમાં રસ છે અને એટલે તે ખૂબ ખુશ છે. જો કે, તેણે સુહાના સામે શરત મૂકી છે કે ભણવાનું પૂરું કર્યા બાદ જ તે ફિલ્મોમાં આવી શકશે. હાલ તો શાહરૂખ ત્રણેય બાળકો સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહ્યો છે.


થોડા સમય પહેલાં ડેક્કન ક્રોનિકલ્સે કપૂરપરિવારના એક નજીકના મિત્ર પાસેથી માહિતી મેળવીને સમાચાર આપ્યા હતા કે જાન્હવી પછી ખુશી બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. મળતી માહિતી પ્રમાણે ખુશી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પહેલી હિરોઇન બનીને બોલિવૂડમાં એન્ટ્રી લેશે. કપૂરપરિવારના નજીકના એક મિત્રએ માહિતી આપી છે કે ખુશીને થોડા દિવસ પછી બહુ જલ્દી લોન્ચ કરવામાં આવશે અને તેને પણ કરણ જોહર જ લોન્ચ કરશે. આ માટે સારી સ્ક્રિપ્ટની શોધ શરૂ કરી દેવામાં આવી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...