નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સરકાર અને બોલિવૂડ સ્ટાર્સ તેના લીધે ચિંતિત છે. સમગ્ર દેશના સિનેમા જગતમાંથી ઘણા મોટા કલાકારોના કોરોનાની ચપેટમાં આવતા હોવાના સતત અહેવાલો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં થોડા સમય પહેલા ફિલ્મ 'બાહુબલી'માં કટપ્પાના નામથી સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણિતા દિગ્ગજ એક્ટર સત્યરાજ (Sathyaraj) ના કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે સમાચાર છે કે તેમની તબિયત બગડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં પણ થયા હતા હોમ આઇસોલેટેડ
તાજેતરમાં જ્યારે એક શૂટિંગ દરમિયાન સત્યરાજને કોરોના સંક્રમિત થયો ત્યારે તે નોર્મલ હતો. રિપોર્ટ આવ્યા બાદ તે હોમ આઈસોલેશનમાં હતા. અહેવાલો અનુસાર, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર છે કે સત્યરાજને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હળવા લક્ષણો અનુભવવાને કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. સમાચારો અનુસાર, તેમની તબિયતમાં કોઈ સુધારો ન થવાને કારણે તેમને 7 જાન્યુઆરી, શુક્રવારે સાંજે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Ajay Devgn ની પુત્રી Nysa Devgn એ ડીપનેક ડ્રેસમાં આપ્યો પોઝ, યૂઝર્સ થઇ રહ્યા છે મદહોશ


કોઈ સત્તાવાર નિવેદન નથી
જણાવી દઈએ કે સત્યરાજના સ્વાસ્થ્યને લઈને કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમને કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મોડી રાત્રે કેમેરાથી બચતી જોવા મળી જાહ્નવી કપૂર, લાઇટ પડતાં સર્જાઇ Oops Moment નો શિકાર


તમિલ સિનેમામાં દબદબો
તમને જણાવી દઈએ કે સત્યરાજને તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે 1978માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ફિલ્મ 'બાહુબલી'માં કટપ્પાની ભૂમિકાએ તેને દેશભરમાં લોકપ્રિય બનાવી દીધો. ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'માં એક્ટર સત્યરાજે દીપિકાના પિતા અને ડોનની ભૂમિકા ભજવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube