મુંબઈઃ એક તરફ જ્યાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ રાઇવલરીના એંગલથી તપાસ કરવાની વાત કરી છે તો બીજીતરફ ફિલ્મ મેકર અભિનવ સિંહે પણ સરકારને આ મામલાની ઉંડાણથી તપાસ કરવાની અપીલ કરી છે. અભિનવે પોતાના ફેસબુક પર સુશાંતના મોત બાદ એક લાંબી પોસ્ટ કરી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કડવા સત્યને લઈને ઘણી વાત કરી છે જે એક્ટરના મોતનું કારણ હોઈ શકે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંતની આત્મહત્યાએ ઇન્ડસ્ટ્રીઝના તે મોટા પ્રોબ્લેમને સામે લાવીને રાખી દીધા છે. જેમાં અમારામાંથી ઘણા લોકો ડીલ કરે છે. ખરેખર એવી કઈ બાબત હોઈ શકે છે જે કોઈને આત્મહત્યા કરવા પર મજબૂર કરી દે?  મને ડર છે કે તેનું મોત #metooની જેમ એક મોટી મૂવમેન્ટની શરૂઆત ન હોય. 


સુશાંત સિંહ રાજપૂતના મોતે યશરાજ ફિલ્મ્સના ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની ભૂમિકા પર સવાલ ઊભા કર્યાં છે, જેમાં બની શકે કે તેને આત્મહત્યાની તરફ ધકેલ્યો હોય, પરંતુ આ તપાસ અધિકારીઓએ કરવાની છે. આ લોકો તમારૂ કરિયર નથી બનાવતા, તમારા કરિયરની બરબાદ કરી દે છે. એક દાયકાથી તો હું સહન કરી રહ્યો છું. હું દાવાની સાથે કહી શકું કે બોલીવડના દરેક ટેલેન્ટ મેનેજર અને બધી ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી કલાકારો માટે મોતનો ગાળીઓ હોય છે. આ બધા વ્હાઇટ કોલર દલાલ હોય છે અને તેની સાથે બધા સામેલ રહે છે. તેનો એક સામાન્ય મંત્ર છે- આપણામાં બધા નગ્ન અને જે નગ્ન નથી તેને નગ્ન કરો કારણ કે એક પકડાશે તો બધા પકડાઇ જશે.