દિલ્હી પહોંચ્યો અભિષેક બચ્ચન, કુતુબ મિનારની સુંદરતા પર થયો ફિદા
અભિષેક બચ્ચન દિલ્હીમાં છે અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કુતુબ મીનારની તસવીર પોસ્ટ કરી છે. ત્યાંની સુંદરતા અને જાળવણી પર ફિદા થયો અભિનેતા.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન હાલમાં દિલ્હીમાં છે અને અહીં પ્રસિદ્ધ સ્મારક કુતુબ મિનારમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અભિષેકે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર કેટલિક પોસ્ટ કરી, જેમાં તેમણે કુતુબ મિનારની તસવીરો શેર કરી છે.
તસવીરોની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું, 'બાળપણમાં જ્યારે પણ અમે દિલ્હી આવતા હતા કો કુતુબ મિનાર જવું અમારા પ્રવાસનો એક મુખ્ય ભાગ રહેતો હતો. આટલા વર્ષો બાદ પણ તે આટલો સુંદર છે અને શાનદાર રીતે તેને મેન્ટેન કરવામાં આવ્યો છે.'
વાંચો બોલીવુડના અન્ય સમાચાર