શાહરૂખના પ્રોડક્શન હાઉસ સાથે અભિષેકનો નવો પ્રોજેક્ટ, વિગત જાણવા કરો ક્લિક...
અભિષેક હવે આગામી ફિલ્મ `બોબ બિસ્વાસ`માં જોવા મળશે, જે ડિરેક્ટર સુજોય ઘોષની બંગાળી ફિલ્મની પ્રીક્વલ હશે. આ ફિલ્મની સ્ટોરી વિલન અને સીરિયલ કિલર બોબ બિસ્વાસ પર આધારિત હશે.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનું નામ છેલ્લા ઘણા સમયથી જુદા-જુદા પ્રોજેક્ટ્સ સાથે જોડવામાં આવતું હતું. ફિલ્મ 'બંટી ઓર બબલી'ની સિક્વલથી માંડીને અનેક ફિલ્મો માટે તેના નામની ચર્ચા ચાલતી હતી. હવે અભિષેકે નવા પ્રોજેક્ટની જાહેરાત કરીને તમામ સમાચારો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
અભિષેક બચ્ચન શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સાથે કામ કરવા જઈ રહ્યો છે. અભિષેક હવે આગામી ફિલ્મ 'બોબ બિસ્વાસ'માં જોવા મળશે, જે ડિરેક્ટર સુજોય ઘોષની બંગાળી ફિલ્મની પ્રીક્વલ હશે. આ ફિલ્મની સ્ટોરી વિલન અને સીરિયલ કિલર બોબ બિસ્વાસ પર આધારિત હશે.
બાળપણના ઘરની તસવીર શેર કરીને ધરમપાજી થયા ભાવૂક, લખ્યું કંઈક આવું...
અભિષેક બચ્ચન છેલ્લે અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જિયાં'માં તાપસી પન્નુ અને વિક્કી કૌશલ સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા હતા. આ ઉપરાંત અભિષેક ટૂંક સમયમાં જ ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે અમેઝન પ્રાઈમની ઓરિજિનલ સીરીઝ બ્રીથની બીજી સિઝનમાં જોવા મળશે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube