નવી દિલ્હીઃ અભિનેત્રી ઐશ્વર્યા રાય 1 નવેમ્બરે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. આ તકે જ્યાં તેના ફેન્સ શુભેચ્છા મોકલી રહ્યાં છે, તો તેના પતિ અભિષેક બચ્ચને પણ તેને શુભેચ્છા આપી છે. પરંતુ તેનો અંદાજ અલગ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિષેકે ઐશ્વર્યાનો એક ખુબ ગોર્જસ ફોટો શેર કરતા તેને ઇટાલિયન ભાષામાં વિશ કર્યું છે. તેણે લખ્યું, 'હેપ્પી બર્થડે પ્રિંચીપેસા' મહત્વનું છે કે ઇટાલિયન ભાષામાં પ્રિન્સેસને 'પ્રિંચીપેસા' (Principessa) કહેવામાં આવે છે. 


તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા હાલ રોમમાં છે. તે ત્યાં એક ઇવેન્ટમાં સામેલ થવા માટે ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના પરિવારની સાથે જન્મદિવસની ઉજવણી રોમમાં જ કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના બર્થડે માટે બચ્ચન પરિવારે એક સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી છે. 



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યાએ 2011મા પોતાની પ્રેગ્નન્સીને કારણે ફિલ્મોમાથી બ્રેક લીધો અને પછી 2015મા સંજય ગુપ્તાની ફિલ્મ 'જજ્બા'થી કમબેક કર્યું હું. ઐશ્વર્યાની પાછલી રિલીઝ ફિલ્મ એ દિલ હે મુશ્કિલ (2016) અને 2017મા આવેલા ફન્ને ખાં હતી. જાણવા મળી રહ્યું છે  કે તે આગામી ફિલ્મ 'ગુલાબ જામુન'માં જોવા મળશે, જેમાં તે પોતાના પતિ અભિષેકની વિરુદ્ધ જોવા મળશે.