મુંબઈ : સત્ય ઘટના આધારિત બનતી ફિલ્મોને હંમેશા દર્શકો દ્વારા સ્વીકારાઈ છે, અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનું નામ સામેલ થયું છે. કેદારનાથ. અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટર્સમાં રિલીઝ થશે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ થયું છે. જ્યારથી ફિલ્મી ક્ષેત્રે એક્ટ્રેસ સારા અલી ખાન લોન્ચ થનારી છે, ત્યારથી સુશાંત અને સારાની કેમેસ્ટ્રી જોવા માટે લોકો આતુર છે. ત્યારે ડિરેક્ટર અભિષેક કપૂરે એક રસપ્રદ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર અભિષેક કપૂરે સુશાંત સિંહનો એક ફોટો શેર કર્યો છે. જ્યાં કેદારનાથ મંદિરની પાછળના ભાગમાં સુશાંત સિંહ તપસ્યા કરતો નજરે ચઢી રહ્યો છે. અભિષેક કપૂરે આ તસવીરની કેપ્શનમાં મંદિર સાથે જોડાયેલી અદભૂત માહિતી આપી છે. 



તેણે લખ્યું છે કે, 2013માં જ્યારે કેદારનાથ મંદિર પરિસરમાં મહાપ્રલય આવ્યું હતું, ત્યારે એક ઘટના બની હતી. તે સમયે પર્વત પરથી એક મોટી પત્થરની શિલા મંદિરની એકદમ પાછળની બાજુ ખાબકી હતી. કહેવાય છે કે, ભગવાન શિવના પ્રતાપને કારણે જ આ શિલા મંદિર પર પડી નહિ, અને પાછળના ભાગમાં પડી. અમારું શુટ શરૂ થતા પહેલા સુશાંત સિંહે આ પત્થર પાસે મેડિટેશન કર્યું હતું.