Vaishali Thakkar Suicide Case: ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આપઘાત કેસમાં ફરાર આરોપી રાહુલ નવલાનીની ધરપકડ
Vaishali Thakkar Suicide Case: ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આપઘાત કેસમાં ફરાર ચાલી રહેલા આરોપી નવલાનીની ઈન્દોર પોલીસે ધરપકડ કરી છે.
ઈન્દોરઃ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આપઘાત કેસમાં આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે. ઈન્દોરમાં તેની ધરપકડ થઈ છે. ઈન્દોરના પોલીસ કમિશનર હરિ નારાયણ ચારી મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોર સ્થિત પોતાના નિવાસ્થાને આત્મહત્યા કરી હતી.
વૈશાલી ઠક્કરે પોતાના ઘરે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. પોલીસને તેની પાસે એક ડાયરી મળી હતી. તેમાં સ્યુસાઇડ નોટ હતી. સ્યુસાઇડ નોટમાં રાહુલ નવલાની અને તેની પત્ની દિશા પર પરેશાન કરવાની વાત લખી હતી. બંને ફરાર હતા. ત્યારબાદ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. તે સમયે કહેવામાં આવ્યું કે જે લોકો તેની જાણકારી આપશે તેને પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.
આ માટે પોલીસે જાહેર કરી હતી લુકઆઉટ નોટિસ
આ ઘટનાની જાણકારી જ્યારે પોલીસને મળી તેના પાંચ-છ કલાક પહેલા આરોપી ફરાર થઈ ચુક્યો હતો. પોલીસને આ કેસમાં સફળતા મળી છે અને ઘટનાનો મુખ્ય આરોપી રાહુલ નવલાની ઝડપાયો છે. તેની આ ઘટના વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આરોપી વિદેશ ભાગી જાય તેવી માહિતી મળી હતી એટલે તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.
આરોપી રાહુલ નવલાની વિશે જણાવતા વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે પોલીસને જાણકારી આપી હતી કે રાહુલ તેની બહેનને ધમકાવતો હતો. તેણે અભિનેત્રીની પ્રથમ સગાઈ તોડાવી હતી. તે વૈશાલીની તસવીરોને શેર કરી ધમકી આપતો હતો. તે અભિનેત્રીને મેસેજ કરતો હતો કે તે તેની સાથે લગ્ન ન કરે. રાહુલ, વૈશાલી ઠાકરને કહેતો હતો કે તેના લગ્ન થવા દેશે નહીં. તેનું ઘર વસાવવા દેશે નહીં. આ બધુ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું હતું. પરિવારે રાહુલના પરિવાર સાથે વાત પણ કરી હતી, પરંતુ તે માન્યો નહીં. અંતે રાહુલની આ હરકતોથી પરેશાન થઈ વૈશાલીએ આપઘાત કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube