નવી દિલ્હી: બોલિવૂડના અભિનેતા કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન-2ના શુટિંગ દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો. ચેન્નાઈમાં શુટિંગ દરમિયાન ક્રેન પડતા 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. કમલ હસન અકસ્માત દરમિયાન સેટ પર જ હાજર હતાં. તેઓ ઘાયલો સાથે હાલ હોસ્પિટલમાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube