Accident or Conspiracy Godhra Trailer: 22 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાશે, `ગોધરા`નું રૂવાંટા ઉભા કરી દેતું ટ્રેલર રિલીઝ
રણવીર શૌરી સ્ટારર ફિલ્મ ગોધરાનું ટ્રેલર લાંબા સમય બાદ આખરે રિલીઝ થયું છે. 1 મિનિટ 31 સેકેન્ડના આ ટ્રેલરમાં આગથી સળગતી ટ્રેનમાં લોકોની લોકો બહાર આવવા માટે ચીસો પાડે તેની ઝલક છે. આ ફિલ્મમાં રણવીર શૌરી મુખ્ય ભૂમિકામાં છે.
નવી દિલ્હીઃ રણવીર શૌરી સ્ટારર ફિલ્મ 'એક્સીડેન્ટ કે કોન્સપિરેસીઃ ગોધરા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રણવીર શૌરીની આ ફિલ્મમાં મનોજ જોશી, હિતુ કનોડિયા, ડેનિસા ધુમરા, ગણેશ યાદવ, મકરંગ શુક્લા જેવા તમામ કલાકાર છે. આ ફિલ્મ ગુજરાતના ગોધરામાં સાબરમતી ટ્રેનમાં લાગેલી આગની ઘટનામાં આશરે 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાએ ઘણા સવાલ ઉભા કર્યાં અને હવે આ ફિલ્મ તેના પર આધારિત છે. નોંધનીય છે કે આ સમયે રણવીર શૌરી બિગ બોસ ઓટીટી-3નો મહેમાન છે અને શોની અંદર લોકોનું ધ્યાન ખેંચવામાં અત્યાર સુધી સફળ આવી રહ્યો છે.
1 મિનિટ 31 સેકેન્ડના આ ટ્રેલરમાં સળગતી ટ્રેનની અંદર મોતનો સામનો કરી રહેલા લોકોની ચીસો સંભળાય રહી છે, જેના વિશે વિચારીને પણ રૂવાંટા ઉભા થઈ જાય. રણવીર શૌરી લોયરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને આ ઘટના પર ચાલી રહેલી સુનાવણીમાં તે કહે છે- 'સાબરમતી ટ્રેન સળગાવી ન હતી, સળગવા દેવામાં આવી હતી. આ વહીવટીતંત્ર પોતાની બેજવાબદારી ઢાંકવા માટે એક વાર્તા રચી રહ્યું છે સાહેબ.
રણવીર શૌરીએ આપી દલીલ
આ સાથે કેટલાક સવાલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે- હુમલો માત્ર સાબરમતી ટ્રેનમાં કેમ? જ્યારે હુમલો થયો તો આરપીએફ કયાં હતું? ભૂલથી તે ટ્રેનમાં આગ લાગી ગઈ તો ફાયર બ્રિગેડ કયાં હતું? રણવીર શૌરી પોતાની દલીલમાં કહેતો જોવા મળી રહ્યો છે કે આ ષડયંત્રનો મામલો નથી.
લોકોએ કહ્યું- આ ફિલ્મ હિટ થવાની છે
નોંધનીય છે કે આ ફિલ્મ 12 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શરી છે. એમકે શિવક્ષના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 'એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસીઃ ગોધરા' વિશે લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો રણવીર શૌરીને લઈને કહેતા જોવા મળી રહ્યાં છે- રણવીર શૌરીએ તો બિગ બોસમાં કહ્યું હતું કે તેની પાસે કામ નથી, આ તો અલગ ગેમ રમી રહ્યો છે. કેટલાક લોકોએ કહ્યું કે આ ફિલ્મ જોવી રસપ્રદ રહેશે કારણ કે કહાની તો બધા જાણે છે પરંતુ પડદા પર જોવી અલગ વાત છે. લોકો કહી રહ્યાં છે કે આ ફિલ્મ હિટ થવાની છે.