Gujarati Film : ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલીવાર ઊલટી ગંગા વહી છે. અત્યાર સુધી એવુ બનતુ હતુ કે, બોલિવુડ તથા અન્ય પ્રાદેશિક ભાષાની કોપી કરાયેલી ફિલ્મો ગુજરાતીમાં બનતી હતી. ત્યારે હવે પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મ અન્ય ભાષામાં પણ બનશે. તેમાં પણ ગર્વની વાત એ છે કે, તાજેતરમાં સુપરડુપર હીટ બનેલી ફિલ્મ હવે બોલિવુડમાં બનશે. તાજેતરમાં રિલીઝ થયેલા વશ ફિલ્મ બોલિવુડમાં બનશે. જાણીતા એક્ટર અજય દેવગન આ ફિલ્મની રિમેક બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજય દેવગન અને આર માધવન કામ કરશે 
અભિનેતા અજય દેવગણ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક બનાવશે. આ માટે આગામી જુન મહિનાથી શુટિંગ શરૂ થઈ જશે. વશને હિન્દીમાં બનાવવાનું કામ સુપર 30 અને ક્વીન જેવી ફિલ્મો બનાવનાર વિકાસ બહલને સોંપાયું છે. વશની રિમેકમાં અજય દેવગણથી લઈને આર માધવન જોવા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે. 


તલાટીની પરીક્ષામાં થઈ ગઈ મોટી ભૂલ, ઢગલાબંધ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની રહી ગઈ


જુન મહિનાથી કામ શરૂ થશે 
વર્ષ 2023 ની શરૂઆતમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વશે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણીની સાથે દર્શકો પાસેથી વાહવાહી લૂંટી હતી. હિતેન કુમાર અને હિતુ કનોડિયાની આ ફિલ્મે દર્શકો પર અલગ છાપ છોડી હતી. કારણ કે, આ ફિલ્મ એકદમ હટકે છે. જેમાં જાનકી બોડીવાલાનો દમદાર અભિનય હતો. ત્યારે હવે આ ફિલ્મના દાયરા વધ્યા છે. ગુજરાતી ફિલ્મોની નોંધ હવે બોલિવુડમાં પણ લેવા લાગી છે. જુન મહિનાથી આ ફિલ્મ પર અજય દેવગન કામ કરવાનું શરૂ થઈ જશે. ત્યારે ગુજરાતીઓ માટે આ ગર્વ લેવાની બાબત છે. ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની દ્રશ્યમ ફિલ્મ સુપરડુપર હીટ નીવડી હતી, તેથી આ ફિલ્મ પાસેથી પણ અનેક આશાઓ છે. 


કેનેડાની આ ફેમસ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે ગુજરાતી યુવકોના મોત, 15 દિવસમાં બીજું મોત


વશ ફિલ્મ વિશે 
વર્ષ 2023 ની રિલીઝ થયેલી વશ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ પ્રકારના કોન્સેપ્ટની ફિલ્મ છે. તે એક સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા ગુજરાતી સ્ટાર્સે કામ કર્યુ છે. ફિલ્મનું ટ્રેલર જ હચમચાવી દે તેવુ હતું, જેના બાદથી તેનો ચાહકવર્ગ વધ્યો હતો. 


TET-1 પરીક્ષાના પરિણામથી બહુ હરખાવા જેવુ નથી, આ માહિતી શિક્ષકોને ટેન્શનમાં મૂકી દેશે