નવી દિલ્હીઃ Annu Kapoor Adimtted: અભિનેતા અન્નૂ કપૂરને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્નૂ કપૂરને ગુરૂવારે દાખલ કરવામાં આવ્યા હતા. સર ગંગારામ હોસ્પિટલના ડૉ. અજય સ્વરૂપે અન્નુ કપૂરના દાખલ થવા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું, અન્નુ કપૂરને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. ડો.અજયે જણાવ્યું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 ના દાયકામાં લોકપ્રિય
અન્નૂ કપૂર 90ના દાયકાના અંત ભાગમાં સંગીત કાર્યક્રમ અંતાક્ષરી હોસ્ટ કરવા માટે સૌથી વધુ લોકપ્રિય હતા. ટીવી પર આવતા પહેલા જ તે બોલિવૂડમાં જોડાઈ ગયા હતા. મિસ્ટર ઈન્ડિયા (1987), તેઝાબ (1988), રામ લખન (1990), ઘાયલ (1990), હમ (1991) અને ડર (1993) માં તેમના અભિનયથી તેમને ખ્યાતિ મળી.


આ પણ વાંચોઃ કરીનાથી સની લિયોની સુધી, જ્યારે લીક થયા હતા અભિનેત્રીઓના MMS,મચી ગયો હતો હંગામો


તે આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સાથે ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે. તે ફિલ્મની પ્રથમ સીઝનનો પણ એક ભાગ હતો અને તેણે આયુષ્માનના ઓન-સ્ક્રીન પિતાની ભૂમિકા ભજવી હતી. રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત સિક્વલ આ વર્ષના અંતમાં 29 જૂને મોટા પડદા પર આવશે. તેણે ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સ્ટારર ફિલ્મ રેઈનકોટ અને પ્રિયંકા ચોપરાની 7 ખૂન માફમાં ભૂમિકાઓ ભજવી હતી.


20 ફેબ્રુઆરી 1956ના ભોપાલમાં જન્મેલા અનૂ કપૂર એક્ટર હોવાની સાથે-સાથે સિંગર, ડાયરેક્ટર, રેડિયો જોકી અને ટીવી હોસ્ટ રહ્યા છે. તેમણે 100થી વધુ ફિલ્મોની સાથે ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. એક એક્ટર, ફિલ્મમેકર, ડાયરેક્ટર અને સિંગરના રૂપમાં તેમનું કરિયર 40 કરતા વધુ વર્ષોનું છે. એક્ટિંગ સિવાય અન્નૂ કપૂર સુહાના સફર વિથ અન્નૂ કપૂર નામથી રેડિયો શો પણ હોસ્ટ કરે છે. જે બિગ એફએમ પર પ્રસારિત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube