પ્રીતિ ઝિન્ટા સાથે ફ્લાઈટમાં એવું તો શું થયું કે બોલીવૂડના આ દિગ્ગજ એક્ટરે માંગવી પડી માફી
પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) હવે સિલ્વર સ્ક્રીન પર એક્ટિવ નથી, પરંતુ IPL સહિત એવી તમામ વસ્તુઓ છે જેમની સાથે પ્રીતિ ઝિન્ટા જોડાયેલી છે.
નવી દિલ્હી: દિગ્ગજ બોલીવૂડ એક્ટર અને નિર્દેશક સંજય ખાને ટ્વીટ કરી પ્રીતિ ઝિન્ટાની માફી માંગી છે. સંજય ખાને તેના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી પ્રીતિ ઝિન્ટાથી કહ્યું કે આવી ભૂલ બાદ માફી માંગવી તેમનું કર્તવ્ય છે. પરંતુ આખરે એવું શું થયું કે, સંજય ખાન જેવા દિગ્ગજ અભિનેતાને પ્રીતિ ઝિન્ટાની જાહેરમાં માફી માંગવી પડી રહી છે? આવો જાણીએ.
પ્રીતિ ઝિન્ટાને નહીં ઓખળી શક્યા એક્ટર
જો કે, પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) હવે સિલ્વર સ્ક્રીન પર એક્ટિવ નથી. પરંતુ IPL સહિત એવી તમામ તમામ વસ્તુ છે જેની સાથે પ્રીતિ ઝિન્ટા જોડાયેલી છે. તે અત્યારે સતત લાઈમલાઈટમાં રહે છે અને ક્યૂટ ડિમ્પલ વાળી પ્રીતિને આજે પણ લગભગ દરેક શખ્સ સારી રીતે ઓળખે છે. પરંતુ હાલની મુલાકાતમાં સંયજ ખાન (Sanjay Khan) પ્રીતિ ઝિન્ટાને ઓળખી શક્યા ન હતા.
આ બોલીવૂડ એક્ટ્રેસે જાહેરમાં કર્યું એલાન, કહ્યું- રાહુલ દ્રવિડ મારો...
ફ્લાઈટમાં કરી આ ભૂલ
સંજય ખાનની મુલાકાત પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) સાથે એક ફ્લાઈટમાં થઈ હતી અને તેમની પુત્રીના મિત્રએ તેમનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું. પરંતુ તે દરમિયાન એક્ટર બોલીવૂડ ડીવાને ઓળખી શક્યા ન હતા જેનો તેમને પસ્તાવો છે. એક્ટરે ટ્વીટ કર્યું, 'પ્યારી પ્રીતિ- એક જેન્ટલમેન તરીકે મને લાગે છે કે મારી જવાબદારી છે કે હું માફી માંગું કે હું તે સમયે ઓળખી શક્યો નહીં જ્યારે મારી પુત્રી સિમોન (Simone) એ દુબઈ જતી ફ્લાઇટમાં મારો તમારી સાથે પરિચય કરાવ્યો હતો.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી! વધુ એક ભથ્થા પર સરકારનું મંથન, જાણો અપડેટ
હવે ટ્વીટ કરીને માફી માંગી રહ્યા છે એક્ટર
તેમણે લખ્યું, 'જો તમારા નામમાં ઝિન્ટા શબ્દ જોડ્યો હોત તો હું તમને યાદ કરી શકત કારણ કે મેં તમારા સુંદર ચહેરા સાથે ઘણી ફિલ્મો જોઈ છે.' તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) હાલમાં જ માતા બનવાના સમાચારને લઈને ચર્ચામાં હતી. તેમણે તેના પતિ જીન ગુડનફ સાથે ફોટો શેર કરીને ચાહકોને ખુશખબર આપી. સરોગસી દ્વારા તે 2 બાળકોની માતા બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube