Kamaal Khan: અભિનેતા કમાલ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ, જાણો શું છે મામલો
Kamaal Khan: અભિનેતા કમાલ ખાનનો વિવાદ સાથે જૂનો નાતો છે. તેઓ ફિલ્મ રિવ્યૂ પણ કરે છે. આ ઉપરાંત તેમણે અનેકવાર બોલીવુડ ઈન્ડસ્ટ્રી ઉપર પણ હુમલો કર્યો છે. કમાલ ખાન અનેક હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જો કે કેટલીક ફિલ્મો કમાલ ખાને પ્રોડ્યૂસ પણ કરી છે. આજે તેમની ધરપકડથી બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. જાણો આખરે શું છે મામલો.
Kamaal Khan: અભિનેતા કમાલ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. કમાલ ખાને પોલીસે મુંબઈ એરપોર્ટથી પકડ્યા છે. વિવાદિત ટ્વીટ મામલે કમાલ ખાનની બોરિવલી કોર્ટમાં પેશી છે. કમાલ ખાન પર વિવાદિત ટ્વીટ કરવાનો આરોપ છે. કમાલ ખાને આ વિવાદિત ટ્વીટ વર્ષ 2020માં કરી હતી. આજે જેવા કમાલ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા કે તેમની ધરપકડ કરવામાં આવી. કમાલ ખાનને આજે બોરિવલી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
વિવાદિત ટ્વીટ મામલે ધરપકડ
પોલીસના જણાવ્યાં મુજબ અભિનેતા કમાલ ખાને વર્ષ 2020માં એક વિવાદિત ટ્વીટ કરી હતી. ધરપકડ બાદ પોલીસ આજે બોરિવલી કોર્ટમાં કમાલ ખાનને રજૂ કરશે.
વિવાદોથી છે કમાલ ખાનનો જૂનો નાતો
અત્રે જણાવવાનું કે અભિનેતા કમાલ ખાનનો વિવાદ સાથે જૂનો નાતો છે. તેઓ ફિલ્મ રિવ્યૂ પણ કરે છે. આ ઉપરાંત તેમણે અનેકવાર બોલીવુડ ઈન્ડસ્ટ્રી ઉપર પણ હુમલો કર્યો છે. કમાલ ખાન અનેક હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જો કે કેટલીક ફિલ્મો કમાલ ખાને પ્રોડ્યૂસ પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube