મુંબઈ: લોકપ્રિય ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નૈતિક સિંઘાનિયાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ટીવી અભિનેતા કરણ મેહરાની સોમવારે રાતે પોલીસે ધરપકડ કરી. કરણ મેહરાની પત્ની અને અભિનેત્રી નીશા રાવલે કરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગત રાતે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી. અત્રે જણાવવાનું કે કરણ અને નીશા વચ્ચે છેલ્લા થોડા સમયથી સમસ્યાઓ સર્જાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરણ મેહરાની પોલીસે કરી ધરપકડ
કરણ સાથે વિવાદ થયા બાદ નીશાએ ગોરેગાવ સ્થિત પોલીસ સ્ટેશનમાં કરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ નીશાએ ફરિયાદ નોંધાવતા તેમણે કેસ દાખલ કર્યો. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 'પત્ની નીશા રાવલ દ્વારા ગોરેગાંવ વિસ્તારમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ અભિનેતા કરણ મેહરાની  ધરપકડ કરવામાં આવી.'


ઝઘડા બાદ નોંધાઈ ફરિયાદ
ટ્વીટ મુજબ નીશા રાવલે કરણ મેહરા સાથે થયેલા ઝઘડા બાદ આ ફરિયાદ નોંધાવી હતી. અત્રે જણાવવાનું કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કરણ મેહરા લાંબા સમય સુધી નૈતિકની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ જ શોમાં હિના ખાને લાંબા સમય સુધી અક્ષરાની ભૂમિકા ભજવી હતી. બંને કલાકારોએ આ સીરિયલ દ્વારા ઘરે ઘરે ઓળખ મેળવી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ અભિનેતા કરણ મેહરાની ધરપકડ બાદ જામીન પર છૂટકારો થઈ ગયો છે. 


એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસથી કરણ મેહરા અને પત્ની નીશા રાવલનું લગ્ન જીવન વિખવાદમાં હતું. એમ પણ કહેવાય છે કે કપલે સમસ્યાઓ ઉકેલવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી નહી ઉપરથી સ્થિતિ વણસવા લાગી હતી. કરણ મહેરા હાલ અનેક પંજાબી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. બંનેને 4 વર્ષનો એક પુત્ર પણ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube