Mithun Chakraborty Hospitalized: બોલીવુડ એક્ટર અને રાજનેતા મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિથુન ચક્રવર્તી ને કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે સવારે મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી જેના કારણે તુરંત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dharmendra: લ્યો બોલો, 64 વર્ષની કારર્કિદી પછી ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું નામ


73 વર્ષીય મિથુન ચક્રવર્તી હાલ કોલકત્તામાં રહે છે. 10 ફેબ્રુઆરીએ સવારે તે પોતાના રોજના કામમાં વ્યસ્ત હતા તે સમયે અચાનક જ તેમને બેચેની થવા લાગી અને પછી છાતીમાં દુખાવો શરૂ થયો. જેના કારણે તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમની ટીમ તરફથી પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 


આ પણ વાંચો: રિયલ લોકોની રિયલ લવ સ્ટોરી... વેલેન્ટાઈન ડેને ખાસ બનાવશે કરણ જોહરની Love Storiyaan


આ અંગે સૂત્રોનું જણાવવું છે કે મિથુન ચક્રવર્તી આઈસીયુમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મિથુન ચક્રવર્તીને છાતિમાં દુખાવાની સાથે શરીરનો જમણો ભાગ સુન્ન થઈ જવાની પણ ફરિયાદ હતી. હોસ્પિટલના સૂત્રોનું જણાવવું છે કે શક્યતા છે કે તેમને સ્ટ્રોક આવ્યો હોય. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.


તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિથુન ચક્રવર્તી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે રાજકારણમાં પણ સક્રિય છે. મિથુન ચક્રવર્તી એ તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો પછી ઘણા સમયથી તે ટેલિવિઝન પર રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.