આ બોલિવુડ એક્ટર સાથે સમગ્ર પરિવારને થયો હતો Coronavirus
બોલીવુડ એક્ટર પૂરબ કોહલી (Purab Kohli)એ મંગળવારના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા હતા. `રોક ઓન`, `વો લમ્હે`, `ટાઈપરાઈટર`, `એરલિફ્ટ` અને `શાદી કે સાઈડ ઈફેક્ટ્સ` જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેતા પૂરબ કોહલીએ તેના ફેન્સ વચ્ચે ખલબલી મચાવી દીધી છે. પૂરવે જણાવ્યું કે, તે અને તેનો સમગ્ર પરિવાર કોરોના પોઝિટીવ હતો. અભિનેતા આ સમય તેમના પરિવારજનો સાથે લંડનમાં રહે છે. ત્યાં તે તેના પરિવાર સહિત આ બીમારીનો શિકાર બન્યો હતો.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર પૂરબ કોહલી (Purab Kohli)એ મંગળવારના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા હતા. 'રોક ઓન', 'વો લમ્હે', 'ટાઈપરાઈટર', 'એરલિફ્ટ' અને 'શાદી કે સાઈડ ઈફેક્ટ્સ' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેતા પૂરબ કોહલીએ તેના ફેન્સ વચ્ચે ખલબલી મચાવી દીધી છે. પૂરવે જણાવ્યું કે, તે અને તેનો સમગ્ર પરિવાર કોરોના પોઝિટીવ હતો. અભિનેતા આ સમય તેમના પરિવારજનો સાથે લંડનમાં રહે છે. ત્યાં તે તેના પરિવાર સહિત આ બીમારીનો શિકાર બન્યો હતો.
એક્ટરે આ વિશે જાણકારી આપતા એક લાંબી પોસ્ટમાં જણાવ્યું કે સૌથી પહેલા તેની પત્ની લૂસી (Lucy)ને કફની શરૂઆત થઈ. ત્યારબાદ તેની પાંચ વર્ષની દીકરી ઈનાયા (Inaya)ને પણ આ પ્રકારના જ સિમ્ટમ્સ દેખાયા હતા. બે ત્રણ દિવસમાં બંને બીમાર પડ્યા બાદ તેમને ખાંસી અને કફ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ તેમના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં તે અને તેમનો આખો પરિવાર કોરોના વાયરસનો શિકાર થયા હોવાનું સામે આવ્યું છે. જો કે, એક્ટરે તેના ફેન્સને અપિલ કરી છે કે, તેનાથી ડરવાની કોઈ વાત નથી. પરંતુ તમારી ઇમ્યૂનિટીને વધારી આ બીમારીથી બચી શકાય છે. તો બીજી તરફ એક્ટરે કર્યું કે, આ એક અસાધ્ય બિમારી જરૂર છે પરંતુ તેનાથી બચવાના પણ ઘણા ચાન્સ છે. એવામાં માત્ર તમારી ઇમ્યુનિટીને વધારવાનો પ્રયત્ન કરતા રહેવું જોઇએ. હાલ પૂરબ અને તેનો પરિવાર સ્વસ્થ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube